Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલો : લાઈફ ઈન કોલ સેંટર્સ

હેલો : લાઈફ ઈન કોલ સેંટર્સ
P.R
નિર્માતા-નિર્દેશક : અતુલ અગ્નિહોત્રી
સંગીત : સાજિદ-વાજિદ
કલાકાર : સોહેલ ખાન, શરમન જોશી, ઈશા કોપ્પીકર, અમૃતા અરોરા, ગુલ પનાગ, દિલીપ તાહિલ, સુરેશ મેનન, અરબાજ ખાન, સલમાન ખાન (વિશેષ ભૂમિકા) કેટરીના કેફ (વિશેષ ભૂમિકા)

દિલને જિસે અપના કહા'(2004) બનાવી ચૂકેલા અતુલ અગ્નિહોત્રી કોલ સેંટરમાં કામ કરનારાઓ પર આધારિત ફિલ્મ 'હેલો' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ ચેતન ભગતનો ઉપન્યાસ 'વન નાઈટ@ધ કોલ સેંટર' પર આધારિત છે.

યુવાપેઢીની સામે વધુ પૈસા કમાવવા માટ કોલ સેંટર એક સારો રસ્તો છે. કોલ સેંટરમાં કામ કરવું એ તેમને ગમે પણ છે. કેટલાક લોકોને આ જોબ ખૂબ જ સરળ લાગે છે, કારણ કે તેમનું માનવું છે કે ફક્ત ફોન કોલ્સના જવાબ જ તો આપવાના છે.

webdunia
P.R
સેલ્સ ટારગેટ સુધી પહોંચવાનો દબાવ અને લોકોની ગાળોનો પણ હસીને જવાબ આપવો સરળ ન કહી શકાય. સાથે સાથે બીજા દેશોના સમયના હિસાબથી કામ કરવું પડે છે. મોટાભાગના લોકો આખી રાત જાગીને કામ કરે છે.

કોલ સેંટર પર કામ કરનારાઓના જીવન પર આ જોબની શુ અસર પડે છે, તેની ઝલક બતાવવાના પ્રયત્નો નિર્દેશક અતુલ અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મ 'હેલો' દ્વારા કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati