Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેરી પોટર એંડ ડૈડલી હોલોઝ - ફિલ્મ રિવ્યૂ

હેરી પોટર એંડ ડૈડલી હોલોઝ - ફિલ્મ રિવ્યૂ
આતુરતા પૂર્ણ થઈ અને એક વાર ફરી પડદા પર આપણા પ્રિય હેરી, રૉન અને હરમાઈની એક અનિશ્ચિત યાત્રા પર નીકળી પડ્યા છે આ વખતે હેરી અને તેના મિત્રોને હોગવર્ડની જાદુઈ દુનિયાના જાણીતા વાતાવરણને બદલે નિથુર દુનિયામાં શૈતાન જાદુગર વોલ્ડમોર્ટ અને તેના દુષ્ટ સહયોગીઓનો સામનો કરવાનો છે.

ફિલ્મના નિર્દેશક ડેવિડ યોટ્સ(જેમણે હેરી પોટર શ્રેણીની 5 અને 6 નુ પણ નિર્દેશન કર્યુ હતુ) અને આ વખતે પણ ગ્રાંડ ફિનાલેની પ્રથમ ભાગનુ સફળ નિર્દેશન કર્યુ છે. ડેવિડે અગાઉના ઘટનાઓને આ ભાગમાં એટલી સરસ રીતે જોડી છે કે દર્શકોના હૃદયામ એ ઘટનાઓની યાદ તાજી થઈ જાય છે.
IFM

ઓસ્કર નામિત સિનેમેટોગ્રાફર ડ્યુરાડો સેરાની સિનેમેટ્રોગ્રાફી ખૂબ જ શાનદાર બની પડી છે, કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજ ઉપરાંત પણ દુર્ગમ પર્વતો, વીરાન સમુદ્ર કિનારા અને લંડનના ભીડ ભરેલા દ્રશ્યો દ્વારા હૈરીની મુશ્કેલ ભરેલ યાત્રાને શ્રેષ્ઠતમ રીતે રજૂ કરી છે. ફિલ્મના ટોનમાં થોડો ડાર્ક શેડ છે, જેના કારણે આને સિનેમા હોલમાં જ જોવી યોગ્ય છે. સેરાએ આ પહેલા ક્યારેય પણ હેરી પોટરની સીરિઝમાં કામ નથી કર્યુ.

સાતમા ભાગનો પ્રથમ ભાગની શરૂઆત થાય છે હાફ બ્લડ પ્રિંસ(પ્રોફેસર સ્નાઈપ)દ્વારા ડમ્બલડોરને માર્યા પછી હેરી પોટર દ્વારા જાદુઈ શાળા હોગવર્ડ છોડી શૈતાન જાદૂગર લાર્ડ વોલ્ડમોર્ટને મારવા માટે રૉન અને હરમાઈનીની સાથે એક એવી યાત્રા પર નીકળવાથી થાય છે જેમા હેરી કે વોલ્ડમોર્ટમાંથી કોઈ એક જ જીવતો રહી શકે છે.


જાદૂ મંત્રાલય પર કાબિલ થઈ ચૂકેલા વોલ્ડમાર્ટે અમરતા મેળવવા માટે પોતાની આત્માને ઘણા ભાગોમા હોર્કુક્સમાં વહેંચી દીધી છે. તેને મારવા માટે હૈરી અને તેના મિત્રોએ બધી હોર્કુક્સને શોધીન નષ્ટ કરવાની છે. આ શોધમાં હૈરીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ત્યારે તેને જાણ થાય છે ડેથલી હૉલોઝનુ રહસ્ય.

ડેથલી હૉલોઝને બનાવવા માટે ત્રણ વસ્તુઓની જરૂર પડે છે, જેને મેળવવા માટે હેરી અને વોલ્ડમોર્ટ બેતાબ છે કોણ પહેલા આ વસ્તુઓને મેળવશે એ આ ફિલ્મના બીજા ભાગમાં બતાવવામાં આવશે.
webdunia
IFM

આ લડાઈમાં હેરીનો સાથ આપી રહેલ ઘણા સાથીઓને તે ગુમાવી ચૂક્યો છે અને આ વખતે પણ આ લડાઈમાં તે પોતાના થોડા ખૂબ જ ખાસ પ્રિયજનોને ખોઈ બેસે છે. ડેથલી હૉલોઝનુ રહસ્ય ફક્ત હૈરી જ નહી કોઈ બીજાને પણ ખબર છે.

આ ભાગનો અંત ખૂબ જ રોચક ઢંગથી કરવામાં આવ્યો છે, જે દર્શકોમાં આગામી ભાગ માટે ઉત્સુકતા જગાવે છે. ટૂંકમા આ અઠવાડિયે તમે આ ફિલ્મ બાળકોને બતાવીને તેમને એક શાનદાર ટ્રીટ આપી શકો છો. હા, હેરી પૉટરના દિવાના ફક્ત બાળકો જ નહી, મોટા પણ છે. હા ભાઈ જાદુઈ નગરીની યાત્રા કોણ કરવા નહી માંગે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati