Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિકંદર

સિકંદર
નિર્માતા - સુધીર મિશ્રા, બિગ પિક્ચર્સ
નિર્દેશક - પિયૂષ ઝા
સંગીત - શંકર-અહેસાન-લોય, જસ્ટિન ઉદય, સંદેશ, શોડિલ્ય.
કલાકાર - પરજાદ દસ્તૂર, આયેશા કપૂર, સંજય સૂરી, આર.માઘવન, અરુણોદય સિંહ.

14 વર્ષીય સિકંદર રજા (પરજાન દસ્તૂર)ના માતા-પિતાની દસ વર્ષ પહેલા હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારથી એ પોતાના કાકા અને કાકીની સાથે કાશ્મીરના એક નાનકડા ગામમાં રહે છે. સિકંદરની બધી ખુશીયો તેના સ્વર્ગવાસી માતાપિતા અને ફૂટબોલ સુધી સીમિત છે.

14 વર્ષીય નસરીન (આયશા કપૂર) સિકંદરની મિત્ર છે. એક દિવસ શાળાથી પાછા ફરતી વખતે રસ્તામાં સિકંદરને એક બંદૂક મળે છે, જેને નસરીનના ના પાડવા છતા એ ઉઠાવી લે છે.

IFM
નસરીન ઘણી વાર તેને સમજાવે છે, પરંતુ સિકંદર તેની વાત નથી માનતો. અહીંથી સિકંદરનો સામનો જીંદગીના અંધેર પક્ષથી શરૂ થાય છે. બંદૂકને કારણે પરિસ્થિતિ તેન કાબૂમાં નથી રહેતી અને ઘણા લોકોના જીવ જાય છે.

પહેલા તો બધા ગુન્હા સિકંદરના લાગે છે, પરંતુ જ્યારે કેસની તપાસ કરવામાં આવે છે તો જાણ થાય છે કે સિકંદર તો માત્ર મહોરો છે. આ રમત સિકંદરના સહારે એ લોકો રમી રહ્યા છે, જે કાશ્મીરમાં શાંતિ નથી ઈચ્છતા.

Share this Story:

Follow Webdunia gujarati