Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વ્હોટ્સ યોર રાશિ ?

વ્હોટ્સ યોર રાશિ ?
બેનર : યૂટીવી મોશન પિક્ચર્સ, આશુતોષ ગોવારિકર પ્રોડકશં
નિર્માતા : આશુતોષ ગોવારીકર, રોની સ્ક્રૂવાલા, સુનીતા ગોવારીકર
નિર્દેશક : આશોતોષ ગોવારીકર
ગીત : જાવેદ અખ્તર
સંગીત : સોહેલ સે
કલાકાર : પ્રિયંકા ચોપડા, હરમન બાવેજા, અંજન શ્રીવાસ્તવ, રાજેશ વિવેક, દયા શંકર પાંડે, દર્શન જરીવાલા.
રિલિઝ ડેટ - 25 સપ્ટેમ્બર 2009.

જોધા અકબર જેવી ભારે ફિલ્મ બનાવ્યા પછી થાક ઉતારવા આશુતોષ ગોવારીકરે હલ્કી-ફુલ્કી ફિલ્મ બનાવવાનુ નક્કી કર્યુ. ગુજરાતી ઉપન્યાસ 'કિમબોલ રેવેંજવુડ' તેમને ગમી ગયો, જેના આધાર પર તેમને 'વોટ્સ યોર રાશિ ?' બનાવી છે. આ આશુતોષને પ્રથમ રોમેંટિક કોમેડી છે.

IFM
સૂર્ય અને ચન્દ્રએ કદાચ જ આ પહેલા આટલે રોમાંટિક પાત્ર ભજવ્યુ હોય, જેટલી યોગેશ પટેલની વાર્તામાં ભજવ્યુ છે. યોગેશે પહેલાથી જ વિચારી રાખ્યુ હતુ કે એ 'લવ મેરેજ' જ કરશે. તે પોતાની ડ્રીમગર્લની શોધમાં છે.

અચાનક યોગેશના પરિવાર પર મુસીબત આવી જાય છે અને તેનાથી બચવા માટે તેને ફક્ત દસ દિવસમાં લગ્ન કરવાના છે. ડ્રીમ ગર્લ શોધવી કોઈ સહેલી વાત નથી. ઉપરથી દસ જ દિવસમાં, આ તો પાછુ વધુ મુશ્કેલ કામ છે.

દસ દિવસમાં લગ્ન કરવા માટે યોગેશ એક યોજના બનાવે છે. એ બાર રાશિની બાર છોકરીઓએન મળવાનુ નક્કી કરે છે. તેનો ફોર્મૂલા એકદમ સરળ છે. દરેક દિવસે બે છોકરીઓને મળો. આ રીતે છ દિવસમાં એ 12 છોકરીઓ સાથે પોતાની મુલાકાત કરી લેશે. ત્રણ દિવસમાં એ નક્કી કરશે કે કોણે પોતાની પત્ની બનાવવી. કુલ થયા 9 દિવસ, 10માં દિવસે એ લગ્ન કરી લેશે.

webdunia
IFM
કેવી રીતે યોગેશ આ યોજના પાર પાડે છે ?
કોણે એ પોતાની પત્ની બનાવશે ?
શુ પોતાના પરિવારને એ મુસીબતથી બચાવી શકશે ? જેને માટે તમારે જોવી પડશે 'વ્હોટ્સ યોર રાશિ ?'

આ ફિલ્મની ખાસ વાત એ છે કે પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મમાં 12 રોલ ભજવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati