Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારથી

મહારથી
નિર્માતા : ઢિલિન મહેતા
નિર્દેશક : શિવમ નાયર
કલાકાર : ઓમપુરી, નસીરુદ્દીન શાહ, પરેશ રાવલ, બોમન ઈરાની, નેહા ધૂપિયા, તારા શર્મા

ફિલ્મના નામ મુજબ આમા ઓમપુરી, નસીર, પરેશ રાવલ, અને બોમન ઈરાને જેવા મહાન કલાકારો છે. ગુજરાતી નાટક પર અધારિત આ એક થ્રિલર ફિલ્મ છે.

સુભાષ (પરેશ રાવલ)ફિલ્મોમાં નસીબ અજમાવવાના પ્રયત્નોમાં વર્ષોથી લાગ્યો છે. દસ વર્ષનો સમય ખર્ચ કર્યા છતા તે સફળ નથી થતો. કોઈ પણ રીતે તે પોતાનો સમય પસાર કરવા માંગે છે.

એક દિવસે પોતાનો જીવ જોખમમાં મુકીને તે મિ. ઈંડેનવાલા(નસીરુદ્દીન શાહ)નો જીવ બચાવે છે અને તેને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડે છે. સુભાષને ઈનામમાં મોટી રકમ મળવાની લાલચ જાગે છે.

P.R
મિ. એંડેનવાલા એક જમાનામાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હતા. જે હાલ બીમાર છે. સુભાષને તેઓ પોતાના ડ્રાયવરની નોકરી આપે છે. મિ. ઈંડેનવાલાની પત્ની મલ્લિકા(નેહા ધૂપિયા)સુંદર અને જવાન છે. મિ. એંડેનવાલા તેના પ્રેમમાં પાગલ છે. મલ્લિકાએ આ લગ્ન એ માટે કર્યા છે કે તેની નજર એંડેનવાલાની મિલકત પર છે.

મલ્લિકાના ઈરાદા સુભાષ પામી જાય છે. અને તેને શ્રીમંત બનવાની એક તક મળી જાય છે. તે મલ્લિકા પાસેથી પૈસા હડપવાની યોજના બનાવવા માટે એંડેનવાલાના વકીલ(બોમન ઈરાની)ની મદદથી બીમાર એંડેનવાલાની દેખરેખ માટે એક કેયરટેકર(તારા શર્મા)ની નિમણૂંક કરાવે છે.
webdunia
IFM

પોતાની યોજનાને પાર પાડવા તેણે ઘણી રોમાંચક પરિસ્થિતિથીમાંથી પસાર થવું પડે છે. પૂરી સતર્કતા છતાં થોડી ગડબડ થઈ જાય છે. અને આ વાતની તપાસ કરવા માટે એસીપી ગોખલે(ઓમપુરી)આવે છે.

સુભાષ ખોટા પર ખોટું બોલતો જાય છે. કેવી રીતે તે પોતાની ગરદન બચાવે છે એ આ ફિલ્મનો સાર છે.

Share this Story:

Follow Webdunia gujarati