Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેશન : ગ્લેમર જગતનું પ્રતિબિબ

ફેશન : ગ્લેમર જગતનું પ્રતિબિબ
IFM
નિર્માતા : મધુર ભંડારકર, દેવેન ખોટે, રોની સ્ક્રૂવાલા, જરીના મહેતા.
નિર્દેશક : મધુર ભંડારક
સંગીતકાર : સલીમ-સુલેમાન
કલાકાર : પ્રિયંકા ચોપડા, કંગના, મુગ્ધા ગોડસે, અરબાઝ ખાન, સમીર સોની, અર્જુન બાજવા કિટ્ટૂ ગિડવાની

મધુર ભંડારકરની ફિલ્મો હંમેશા સમાજનુ જ એક પ્રતિબિંબ હોય છે. તેઓ કહે છે કે હુ મારી ફિલ્મો દ્વારા એવુંને એવુ જ બતાવવાના પ્રયત્નો કરુ છુ. આ વખતે મધુરે ફેશન જગતને પસંદ કર્યુ છે.

છેલ્લા કેટલાક વર્ષોથી મીડિયાએ ફેશનને મહત્વ આપવાનુ શરૂ કર્યુ છે. ફેશન જગતને લઈને એક સામાન્ય માનસના મગજમાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે. આ મોડેલ કોણ છે ? ક્યાંથી આવેલ છે ? આમની જીંદગી કેવી હોય છે ? આ પ્રશ્નોના જવાબ 'ફેશન' દ્વારા મધુરે આપવાના પ્રયત્નો કર્યા છે.

વાર્તા છે એક નાનકડા શહેરમાં રહેનારી છોકરી મેધના માથુર (પ્રિયંકા ચોપડા)જેના થોડાંક સપના છે, જેને તે હકીકતમાં બદલવા માંગે છે. તે રૂઢિવાદી પરિવારની છે. પ્રસિધ્ધિની ચકાચોંધ તેને આકર્ષિત કરે છે અને તે ફેશન જગતમાં જોડાય જાય છે.

કપડા, રંગ અને મેકઅપ ફેશન જગતનો એક ભાગ છે અને આ રંગમાં મેઘના પણ રંગાય જાય છે. ટૂંક સમયમાં જ તે પ્રખ્યાત થઈને ટોચ પર પહોંચી જાય છે અને ભારતના મુખ્ય ડિઝાઈનર્સ માટે રેમ્પ પર ચાલે છે. ફેશન જગત તેના પગતળે હોય છે. પાર્ટી ડિઝાઈનર્સને માટે મોડેલિંગ, ફોટો શૂટ, રોમાંસ અને શો દરેક જગ્યાએ મેધના જોવા મળે છે. ધીરે ધીરે મેધનાને પ્રસિધ્ધિ અને ટોચ પર પહોંચવાની કિમંત ચુકાવવી પડે છે.

મેઘનાની આ યાત્રા દ્વારા નિર્દેશક મધુર ભંડારકરે ફેશન જગતને નજીકથી બતાવવાના પ્રયત્નો કર્યા છે, જે મોડલ્સ, ડિઝાઈનર્સ, એજંસી, ફોટોગ્રાફર્સ અને બિઝનેસમેનથી મળીને બન્યુ છે.

કંગનાએ સોનાલી ગુજરાલ નામનુ પાત્ર ભજવ્યુ છે, જે મોડલ ગીતાંજલિ નાગપાલથી પ્રેરિત બતાવવામાં આવી રહ્યુ છે. મુગ્ઘા ગોડસેએ જેનેટ નામનુ પાત્ર ભજવ્યુ છે જે મેધનાની ખાસ મિત્ર છે. જેનેટને ફેશન જગતમાં વધુ સફળતા નથી મળી શકી કારણ કે તે પોતાની શરતો પર જીવે છે.

મધુરે ફેશન જગત પર રિસર્ચ કરી આ ફિલ્મનુ નિર્માણ કર્યુ છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી આ સૌથી મોંધી ફિલ્મ
છે.જે 29 ઓક્ટોબરના રોજ રજૂ થવાની છે.

Share this Story:

Follow Webdunia gujarati