Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવી ફિલ્મ - દેશી બોયઝ

નવી ફિલ્મ - દેશી બોયઝ
બેનર - ઈરોઝ ઈંટરનેશનલ મીડિયા લિ. નેવસ્ટ જેન
નિર્માતા - વિજય આહુજા, કૃષિકા લુલ્લા, જ્યોતિ દેશપાંડે
નિર્દેશક - રોહિત ઘવન
સંગીત - પ્રીતમ ચક્રવર્તી
કલાકાર - અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ચિત્રાંગદા સિંહ
રજૂઆત તારીખ - 25 નવેમ્બર 2011

વર્ષ 2009. ચારેબાજુ આર્થિક મંદી છવાયેલી છે. મોટાભાગના લોકો ચિંતિત છે. નિક માથુર અને જેરી પટેલના કપાળ પર ચિંતાની એક લાઈન પણ નથી. તેઓ લંડન સ્થિત પોતાના પૈડમાં તેઓ આરામદાયક જીંદગીની મજા ઉઠાવી રહ્યા છે. પોતાના બેંકિગ જોબથી નિક ખુશ છે. બોનસ દ્વારા તેમના ખિસ્સા ભરાયેલા છે. સુંદર ફિયાંસી રાધિકા તેની બગલમાં છે. બીજુ શુ જોઈએ ?
IFM

જેરી પોતાના ખાસ મિત્ર નિકના ભરોસે છે. કમાવવાની કે ખાવાની તેને કોઈ ચિંતા નથી પરંતુ જીંદગી હંમેશા એક જેવી ક્યા રહે છે. બંનેના ચેહરા પરની ખુશી ત્યારે ગાયબ થઈ જાય છે જ્યરે નિકની કંપની તેને કાઢી મુકે છે. નિક અને જેરી આર્થિક મુસીબતમાં સપડાય જાય છે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે તેઓ બધી હદ તોડી નાખે છે. મુશ્કેલ સમયે તેમની ડગલે ને પગલે પરીક્ષા થાય છે. તેમની દોસ્તીને પણ પરીક્ષામાંથી પસાર થવુ પડે છે. દેશી બોયઝ કેવી રીતે આ પરિસ્થિતિનો સામનો કરે છે તે આ ફિલ્મમાં કોમેડી સાથે બતાવવામાં આવ્યુ છે.

નિર્દેશક વિશે - રોહિત ધવન ઘણી સુપરહિટ ફિલ્મ બનાવનારા ડેવિડ ધવનના પુત્ર છે. પાર્ટનર અને મેને પ્યાર ક્યુ કિયામાં ડૈડીને આસિસ્ટ કરી તેમણે નિર્દેશનના ગુર શીખ્યા. ડેવિડ કોમેડી ફિલ્મ બનાવવામાં એક્સપર્ટ છે અને તેનો પ્રભાવ રોહિત પર પડ્યો. તેમણે પણ કોમેડી ફિલ્મ બનાવી. રોહિત કહે છે કે તેમના ડૈડીની ફિલ્મ થોડી લાઉડ હોય છે. તે ક્યારેય પણ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરી દે છે. રોહિત બાઉંડ સ્ક્રિપ્ટ મુજબ ચાલે છે. ડેવિડના આ પુત્ર કેટલા પ્રભાવશાળી છે, તેનો જવાબ પણ 'દેશી બોયઝ' જ આપી શકશે

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati