Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'નન્હે જૈસલમેર' - નાનકડો પ્રશંસક

'નન્હે  જૈસલમેર' - નાનકડો પ્રશંસક
IFM
નિર્માતા - કે સેરા સેરા
નિર્દેશક - સમીર કર્ણિક
સંગીત- હિમેશ રેશમિયા
કલાકાર- બોબી દેઓલ, દ્રિજ યાદવ, વત્સલ સેઠ

'નન્હે જૈસલમેર' વાર્તા છે નાનકડાની, જે રાજસ્થાનમાં રહે છે. નાનકાંની ઉમર છે દસ વર્ષ. તે પડીકી ખાય છે. અને સ્કુલ જવાના નામે જ ચિડાય છે. ચાર વિદેશી ભાષાઓ તેને બોલતાં આવડે છે પણ છે તો અંગૂઠા છાપ. નાનકો છે તો બહુ હિમંતવાળો. દસ વર્ષની ઉમંરમાં જ પૂરા ઘરનો ખર્ચો તે પોતાના નાજુક ખભા પર ઉઠાવે છે. એક સામાન્ય બાળકની જેમ તેની પણ કેટલીક કલ્પનાઓ છે, ઈચ્છાઓ છે.

તે ફિલ્મ સ્ટાર બોબી દેઓલનો બહુ મોટો પ્રશંસક છે. દુનિયાનો સૌથી મોટો પ્રશંસકક છે. તેનો ઓરડો પોતાના પ્રિય સ્ટારના ફોટા અને પોસ્ટરો થી ભરેલો છે. બોબી ના વિશે પેપરોમાં છપાયેલા સમાચારો અને લેખોની બહુ બધી કટિંગ તેની પાસે હાજર છે. તેણે બોબીની બધી ફિલ્મો જોઈ છે.

પોતાની બહેન સુમનની મદદ થી તે પોતાના દોસ્ત બોબી દેઓલને રોજ એક પત્ર લખે છે. આ પત્રમાં તે પોતાના દિલની બધી વાત લખી દે છ
webdunia
IFM
. પોતાની જીંદગીમાં થનારી રોજ બરોજની ઘટનાનો ઉલ્લેખ કરે છે. ઉંધતા, જાગતાં, ખાતાં-પીતાં તે ફક્ત બોબીના વિશે જ વિચારતો રહે છે.

તેનું એક જ સપનું છે. ફિલ્મ સ્ટાર કે ખેલાડી બનવાની નહી પણ જીંદગીમાં એક વાર પોતાના પ્રિય મિત્ર બોબીને મળવાની. એક દિવસ તેનું સપનું સાચુ પડે છે. તે પોતાની જાતને બોબીની સામે જુએ છે. ત્યારપછી શુ થાય છે જુઓ 'નન્હે જૈસલમેર' માં.

Share this Story:

Follow Webdunia gujarati