Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોબી ઘાટ : મુંબઈ અને મુંબઈવાસીઓની સ્ટોરી

ધોબી ઘાટ : મુંબઈ અને મુંબઈવાસીઓની સ્ટોરી
બેનર - આમિર ખાન પ્રોડકશંસ
નિર્માતા - આમિર ખાન, કિરણ રાવ
નિર્દેશક - કિરણ રાવ
કલાકાર - પ્રતિક, મોનિકા ડોંગરા, કીર્તિ મલહોત્રા, આમિર ખાન
રિલીજ ડેટ - 21 જાન્યુઆરી 2011.
P.R

આમિર ખાનને જ્યારે તેમની પત્ની કિરણ રાવે જણાવ્યુ કે તે એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહે છે તો તેઓ ગભરાય ગયા. તેમને લાગ્યુ કે જો સ્ક્રિપ્ટ રિજેક્ટ કરી દઈશ તો તેની અસર બંનેના સંબંધો પર પડશે. તેઓ ઈશ્વરને પાર્થના કરવા લાગ્યા કે કિરણની સ્ક્રિપ્ટ ક્યારેય પૂરી ન થાય, પરંતુ એવુ ન થઈ શક્યુ. આમિરે બીજો ફોર્મૂલા અપનાવ્યો. તેમને કિરણને કહ્યુ કે તેઓ કુનૂર જઈને મંસૂર ખાનની સાથે સ્ક્રિપ્ટ સાંભળવી પસંદ કરશે, જેથી મંસૂરને ઢાલ બનાવી શકાય. જ્યારે કિરણે મંસૂર અને આમિરને સ્ક્રિપ્ટ સંભળાવી તો તે બંને દંગ રહી ગયા, અને આમિરે તરત જ ફિલ્મના નિર્માતા બનવુ પસંદ કરી લીધુ.

webdunia
P.R

મુંબઈ શહેર પોતાની રીતે એક અનોખુ શહેર છે. અહીં રોજ હજારો લોકો આંખોમાં સપના લઈને આવે છે. આ શહેર પર ઘણી ફિલ્મો બને છે અને કિરણ રાવની ફિલ્મમાં પણ આ શહેર પોતાની હાજરી નોંધાવે છે. વાર્તા છે આ શહેરમાં રહેનારા ચાર લોકોની, જે જુદા જુદા પૃષ્ઠભૂમિથી આવ્યા છે. એ ચારેયની દુનિયા પરસ્પર ટકરાય છે. અને ત્યારબાદ તેમને બદલી નાખે છે.

webdunia
P.R

મુંબઈમા વરસતા વરસાદમાં ટેક્સીની અંદર એક વીડિયો કેમરા દ્વારા શહેરનુ શૂટિંગ કરવામાં આવી રહ્યુ છે. કેમેરાની પાછળ શર્મિલી છોકરી યાસ્મીન (કીર્તિ મલ્હોત્રા), ટેક્સી ડ્રાઈવર સાથે જ્યારે વાત કરે છે તો જાણ થાય છે કે બંને યુપીના છે, અને બંનેનુ શહેર ખૂબ જ નજીક છે. આ વાત ચીત દ્વારા બંને વચ્ચે આત્મીયતા પેદા થાય છે.

શાઈ(મોનિકા ડોંગરા) મુંબઈ સ્થિત એક બેંકમાં કામ કરે છે. તેની મુલાકાત અરુણ (આમિર ખાન)સાથે થાય છે. જે એક પેંટર છે અરુણ અને શાઈ એક રાત સાથે વીતાવે છે. આ વિશે અરુણ કોઈ વાત નથી કરવા માંગતો અને શાઈ આ ઘટનાને ભૂલી નથી શકતી. બીજા દિવસે બંનેની મંજીલ જુદી થઈ જાય છે, એ વાત સાથે કે એ બંને હવે ક્યારેય નહી મળે.

webdunia
P.R

મુન્ના(પ્રતિક) ધોબી છે, જે શાઈના ઘરે પણ કપડા લેવા માટે જાય છે. મુન્ના ફિલ્મ અભિનેતા બનવા માંગે છે. જ્યારે તેને જાણ થાય છે કે શાઈને ફોટોગ્રાફીનો શોખ છે તો તે એક શર્ત પર 'રિયલ'મુંબઈ બતાડવા લઈ જાય છે કે તે તેનો પોર્ટફોલિયો તૈયાર કરશે. કેમેરાની આંખથી શાઈને મુંબઈ એક જુદા જ અંદાજમાં દેખાય છે. મુન્નાને તે દોસ્ત માનવા લાગે છે, જ્યારે કે મુન્ના તેને પ્રેમ કરવા માંડે છે.

આ દરમિયાન અરુણ એક નવા એપાર્ટમેંટમાં રહેવા માટે જાય છે, જ્યા શાંતિપૂર્વક જીવન વિતાવી શકે, પરંતુ એક એવુ રહસ્ય તેની સામે આવે છે જે સીધુ તેના દિલને સ્પર્શી જાય છે. આ બધા પાત્રોની જીંદગીમાં મુંબઈ શહેર એક અનોખી ભૂમિકા ભજવે છે. તેની ઉત્કંઠા, એકલતા, અનુભવ અને પ્રેમ દ્વારા આ શહેરને ચિત્રિત કરવાની કોશિશ કરવામાં આવી છે.

webdunia
P.R

નિર્દેશક વિશે

એક નિર્દેશકના રૂપમાં કિરણ રાવની આ પ્રથમ ફિલ્મ છે અને તે પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવા માટે વ્યાકુળ છે. મુંબઈ શહેરમાં એક ભાડુઆતના રૂપમાં તે ઘણા એપાર્ટમેંટમાં રહી છે અને તેના દ્વારા જ તેણે 'ઘોબી ઘાટ' લખવાની પ્રેરણા મળી. તેમણે મુંબઈના રિયલ લોકેશન પર ફિલ્મ શૂટ કરી છે. કિરણનુ કહેવુ છે કે તેમણે આ ફિલ્મ મુંબઈ અને ત્યાંના રહેનારા લોકો, જે ટ્રેનમાં છે, નાવડીમાં છે, ટ્રાફિકમાં ફંસાયા છે, બિલ્ડિંગ બનાવવામાં સંકળાયા છે, સમુદ્ર કિનારે બેસ્યા છે અને આવતીકાલ વિશે વિચારી રહ્યા છે તેમના પ્રત્યે આદર પ્રકટ કરવા માટે આ ફિલ્મ બનાવી છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati