.
દેવ ડી એક શ્રીમંત ઉદ્યોગપતિનો પુત્ર છે. 12 વર્ષની વયમાં જ તેને લંડન અભ્યાસ કરવા માટે મોકલી દેવામાં આવ્યો હતો. યુવા દેવ જ્યારે પાછો પોતાના શહેરમાં આવે છે તો તેના પગ નીચેની જમીન સરકી જાય છે. તેના બાળપણની પ્રેમિકા પારોનુ લગ્ન કોઈ બીજા સાથે થઈ જાય છે. પારોનો પતિ તેના કરતા વયમાં ઘણો મોટો છે અને તેના બાળકો પણ છે. નિરાશ દેવ દારૂ અને ડ્રગ્સમાં પોતાનુ દુ:ખ ભૂલવાના પ્રયત્નો કરે છે. એ પોતાના ઘરેથી દૂર રહે છે જ્યા તેના પિતા તેને પૈસા મોકલતા રહે છે. લેનીને જીંદગી પોતાની મુજબ જીવવી પસંદ છે. તેનુ નામ એક એમએમએસ સ્કેંડલ સાથે જોડાય છે અને તે પોતાના ઘરેથી ભાગી જાય છે. ચુન્નીની જગ્યાએ તેને આશરો મળે છે જ્યા તેને લેનીને બદલે ચંદા બનાવી દેવામાં આવે છે. લેનીના રૂપમાં એ દિવસે કોલેજમાં જાય છે અને આતે ચંદાના રૂપમાં વેશ્યાનુ કામ કરે છે.
ત્યારબાદ દેવ, પારો અને ચંદાના જીવનમાં ઘણા નાટકીય વળાંકો આવે છે.
નિર્દેશક અનુરાગ કશ્યપે દેવ ડી દ્વારા વર્તમાનની યુવા પેઢીને બતાવવાના પ્રત્યત્નો કર્યા છે. જે દેશી અને વિદેશી સંસ્કૃતિની વચ્ચે અટવાઈ ગઈ છે.