Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દમ મારો દમ

દમ મારો દમ
બેનર : રમેશ સિપ્પી એંટરટેનમેંટ, ફોક્સ સ્ટાર, સ્ટુડિયોઝ
નિર્માતા : રમેશ સિપ્પી
નિર્દેશક : રોહન સિપ્પી
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : અભિષેક બચ્ચન , બિપાશા બાસુ, રાણા દાગુવતી, પ્રતીક , આદિત્ય પંચોલી, દીપિકા પાદુકોણ(વિશેષ ભૂમિકા)
રજૂઆત ડેટ - 22 એપ્રિલ 2011
P.R

દમ મારો દમની વાર્તાનુ કેન્દ્ર બિંદુ છે ગોવા. દુનિયાભરના પર્યટક ગોવાની સુંદરતાને કારણે અહી ખેંચવા માં આવે છે. તેમને આ જન્નત જેવુ લાગે છે. પરંતુ આ સુંદર જગ્યા પર ડ્રગ્સ માફિયાઓએ ધીરે ધીરે પોતાના પગ ફેલાવી દીધા છે. તેમની માયાજાળથી ઘણી જીંદગીઓ પ્રભાવિત થાય છે. આ સ્થાનીય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓને ખતમ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એસીપી વિષ્ણુ કામથ (અભિષેક બચ્ચન)ને. વિષ્ણુ દિવસ-રાત પૂરી તાકતની સાથે આ કામ પાછળ લાગ્યા રહે છે, પરંતુ આ ખતરનાક દુનિયા તેના ધાર્યા કરતા પણ વધુ ભયાનક છે

webdunia
P.R

લોરી(પ્રતિક બબ્બર) એક વિદ્યાર્થી છે. તેની ગર્લફ્રેંડ યૂએસ ભણવા ગઈ છે. તેની પાછળ-પાછળ લોરી પણ ત્યાં જવા માંગે છે. પરંતુ તેની સ્કોલરશિપને મંજૂરી નથી મળતી. ત્યારબાદ લોરીનુ પોતાના જીવન પર નિયંત્રણ નથી રહેતુ. તેની જીંદગીને ફરી યોગ્ય ટ્રેક પર લાવવાનુ વચન આપવામાં આવે છે પરંતુ તેના બદલામાં તેણે પોતાનુ ઝમીર વેચવુ પડશે. ડીજે જોકી (રાના દાગુબતી) એક સંગીતકાર છે અને પોતાની આસપાસ બનતી ઘટનાઓથી પરિચિત છે. ડ્રગ માફિયા સાથે લડવાનો અંજામ એ આવ્યો છે કે તેને પોતાની બધી વ્હાલી વસ્તુઓ ગુમાવવી પડી છે. એક વાર ફરી જોકી અને ડ્રગ માફિયા સામસામે આવે છે, પરંતુ શુ આ વખતે તેની અંદર એટલી હિમંત છે ?

webdunia
P.R

જો(બિપાશા બસુ)નુ સપનુ એયરહોસ્ટેસ બનવાનુ હતુ, જે પુરૂ નથી થઈ શક્યુ. હિપ્પી પીઢીની સંતાન જે લોકલ અને વિદેશી સંસ્કૃતિનુ મિક્સઅપ છે અને તેની અંદર કડવાશ પણ ભરેલી છે. બિસ્કિટ(આદિત્ય પંચોલી)એક બિઝનેસમેન છે. કાયદેસર-ગેરકાયદેસર દરેક સોદામાં તેનો ભાગ છે. ગોવાના માફિયાઓની વચ્ચેની તે એક કડી છે. કામથના વધતા દબદબાથી બિસ્કિટ થોડો પરેશાન છે. આ બધા પાત્રોની સ્ટોરી છે 'દમ મારો દમ', જેમા ડ્રામા છે, રોમાંચ છે, ઉતાર-ચઢાવ છે, સસ્પેંસ છે અને ચોંકાવનારો અંત છે.

webdunia
P.R


નિર્દેશક વિશે -

રોહન સિપ્પી એ ખાનદાનથી છે જેમણે અંદાજ સીતા ઔર ગીતા, શોલે અને સાગર જેવી ઘણી સફળ ફિલ્મો આપી છે. પિતા રમેશ સિપ્પી અને અમિતાભ બચ્ચની દોસ્તી આગામી પેઢીમાં પણ યથાવત છે. રોહન અને અભિષેક પણ સારા મિત્રો છે. રોહન દ્વારા નિર્દેશિત દરેક ફિલ્મ 'કુછ ના કહો'(2003), બ્લફમાસ્ટર(2005)અને દમ મારો દમ(2011)માં અભિષેક હીરોના રૂપમાં જોવા મળ્યા. ફિલહાલ રોહનને પોતાના પિતા રમેશ સિપ્પીની ઉંચાઈઓ સુધી પહોંચવા માટે એક લાંબો રસ્તો નક્કી કરવાનો છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati