Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુમનામ : ધ મિસ્ટ્રી

ગુમનામ : ધ મિસ્ટ્રી
IFM
નિર્માતા : શુબીર એસ. મુખર્જી
નિર્દેશક : નીરજ પાઠક
સંગીત : નદીમ-શ્રવણ
કલાકાર : ડીનો મોરિયા, મહિમા ચૌધરી, સુમન રંગનાથન, ગોવિંદ નામદેવ

રિયા(મહિમ ચૌધરી) એક મોડલ છે અને ફિલ્મોમાં પોતાનુ કેરિયર બનાવવા માંગે છે. હાલ તે મ્યુઝિક વીડિયોમાં કામ કરે છે. એક દિવસ શૂટિંગ દરમિયાન સ્ટંટમેન (ડિનો મોરિયા) તેનો જીવ બચાવે છે. બંને વચ્ચે દોસ્તી થઈ જાય છે, જે પ્રેમમાં પરિવર્તિત થાય છે.

ઋષિ(મદન) એક કાસ્ટિંગ ડાયરેક્ટર છે અને તેને એક ફિલ્મમાં નાયિકાની શોધ છે. તેની મુલાકાત રિયા સાથે થાય છે અને તે રિયાને નાયિકા બનવાની ઓફર આપે છે. તેની એક શરત છે કે તે બીજા જ દિવસે શિમલા પહોંચીને ફિલ્મના નિર્દેશક મુની(ગોવિંદ નામદેવ)ને મળે.

રિયા કોઈ નિર્ણય નથી લઈ શકતી, પરંતુ દેવ તેનો ઉત્સાહ વધારે છે. દેવના કહેવા પર તેઓ બીજા દિવસે શિમલા પહોંચી જાય છે. રિયાની ખૂબસૂરતીથી મુની ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે અને ફિલ્મમાં નાયિજ્કા બનવાનો પ્રસ્તાવ આપે છે.

webdunia
IFM
રિયા સાથે કેટલીક રહસ્યમયી ઘટનાઓ ઘટે છે. બીજા દિવસે તેનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવે છે અને તે કેસેટ શિમલામાં રહેનારી એક શ્રીમંત સ્ત્રી રેમન (સુમન રંગનાથન)ને આપે છે. મુની અને તેના લોકોનો વ્યવ્હાર રહસ્યને વધુ ગૂંચવી નાખે છે. રિયા કેવી રીતે આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળે છે, એ જ આ ફિલ્મનો સાર છે.

Share this Story:

Follow Webdunia gujarati