Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોફી હાઉસ

કોફી હાઉસ
P.R
નિર્માતા - મહીમ મિત્તલ, અસિત મિત્તલ, કૃષ્ણ કુમાર, સંદીપ ગુપ્તા
નિર્દેશક - ગુરબીર સિંહ ગ્રેવાલ
સંગીત - જયદેવ કુમાર
કલાકાર - આશુતોષ રાણા, સાક્ષી તંવર, પેંટલ, વ્રજેશ હીરજી, હેમંત પાંડેય, હર્ષ છાયા, વિનોદ નાગપાલ

કોફી હાઉસ એક એવી જગ્યા છે, જ્યા ઘણા લોકો રોજ આવે છે, વાતો કરે છે. કેટલાક લોકો માટે આ મળવાની જગ્યા છે. કોફીની સાથે સાથે ચિંતન કરવામાં આવે છે. રોમાંસ કરવામાં આવે છે.

ફિલ્મ 'કોફી હાઉસ'ની વાર્તા દિલ્લીના કોફી હાઉસના એ લોકોની આસપાસ ફરે છે, જે જુદા જુદા ગ્રુપના છે અને રોજ કોફી હાઉસમાં આવે છે. જુદા જુદા ગ્રુપના હોવા છતાં તેમની વચ્ચે એક પ્રકારનો સંબંધ છે.

webdunia
P.R
કેટલીક એવી ઘટનાઓ ઘટે છે, જેના દ્વારા બધા ગ્રુપ એક થઈ જાય છે. બધા એક વાત અનુભવે છે કે ફક્ત બેસીને કોફી પીવી અને ચર્ચા કરવાથી સમસ્યાનુ સમાધાન શક્ય નથી, પરંતુ કંઈક કરવાની જરૂર છે.

આ ફિલ્મ યુવાઓ, બેરોજગારો, સેવાનિવૃત થઈ ચૂકેલ લોકોનુ પ્રતિનિધિત્વ કરે છે. ભાવનાઓ, હાસ્ય વ્યંગ્ય, અને દિલ અને મગજને હલાવી દેનારા પ્રશ્નોના જવાબ શોધવા માટે દર્શકોને મજબૂર કરનારી ફિલ્મ છે 'કોફી હાઉસ'.

Share this Story:

Follow Webdunia gujarati