Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંજાના અંજાની : જ્યારે મળ્યા બે અજનબી

અંજાના અંજાની : જ્યારે મળ્યા બે અજનબી
બેનર : નડિયાદવાલા ગ્રેંડસન એંટરટેનમેંટ, ઈરોઝ એંટરટેનમેંટ
નિર્માતા : સાજિદ નડિયાદવાલા
નિર્દેશક : સિધ્ધાર્થ આનંદ
સંગીત : વિશાલ શેખર
કલાકાર : રણબીર કપૂર, પ્રિયંકા ચોપડા
P.R

સાજિદ નડિયાદવાળા એ નિર્માતાઓમાંથી છે જે ફિલ્મ બનાવતી વખતે દિલ ખોલીને પૈસા ખર્ચ કરે છે. તેથી તેમની ફિલ્મોમાં ભવ્યતા જોવા મળે છે. 24 સપ્ટેમ્બરના રોજ તેમના દ્વારા નિર્મિત ફિલ્મ 'અંજાના અંજાની' રજૂ થવાની છે. આ ફિલ્મને ન્યૂયોર્ક, લોંસ એંજિલ્સ, લાસ વેગાસ અને સેન ફ્રાંસ્સિકોમાં ફિલ્માવવામાં આવી છે. પોતાની આ ફિલ્મ વિશે સાજિદ કહે છે 'આ મારા બેનરની પ્રથમ યંગ અને કૂલ લવ સ્ટોરી છે, જેમા રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડા જેવા સુપરસ્ટાર્સ મુખ્ય આકર્ષણ છે.

webdunia
P.R

આ વાર્તા બે અજનબીઓની છે. બે અજનબી ક્યાય પણ મળી શકે છે. કોઈ ટેક્સીમાં, બારમાં, એટીએમ મશીનમાંથી પૈસા કાઢનારાઓની લાઈનમાં, પ્લેનમાં, ભૂકંપમાં, ઈજિપ્ટના પિરામિડમાં. આપણે નથી કહી શકતા કે કોની સાથે ક્યારે મુલાકાત થઈ જાય. આવી જ રીતે બે અજનબી આકાશ (રણબીર) અને કિયારા (પ્રિયંકા)ની મુલાકાત અજીબોગરીબ પરિસ્થિતિમાં એક યાત્રા દરમિયાન થાય છે. બંને દરેક દિવસને એવી રીતે જીવે છે કે જાણે માનો એ દુનિયાનો છેલ્લો દિવસ હોય.

webdunia
P.R

આકાશ અને કિયારા પોતાની આ યાત્રામાં અજાણ્યા જ બન્યા રહેવા માંગે છે. આ યાત્રામાં દર્દ પણ છે, મસ્તી પણ છે અને પ્રેમ પણ. પરંતુ તેઓ તેને અનુભવી નથી શકતા. કેટલીક હાસ્યાસ્પદ ઘટનાઓ બને છે અને આકાશ-કિયારા છુટા પડી જાય છે. બંને એ વિચારીને અલગ થઈ જાય છે કે તેમના દ્વારા એકસાથે વિતાવેલ કેટલાક દિવસ એક ગાંડપણ સિવાય કશુ જ નહોતુ. તેઓ છુટા પણ એ રીતે થાય છે જે રીતે મળ્યા હતા. અજનબીઓને જેમ. પરંતુ શુ એ પ્રેમ જેનાથી તેઓ અજાણ છે બંનેને એકબીજા તરફ ખેંચી લાવશે. આ જાણવા માટે આપણે આકાશ અને કિયારાની યાત્રામાં જોડાવવુ પડશે.

webdunia
P.R

નિર્દેશક વિશે

સિધ્ધાર્થ આનંદને પ્રથમ તક યશરાજ ફિલ્મસે આપી હતી અને તેમણે પોતાની પ્રથમ ત્રણ ફિલ્મો આ જ બેનર હેઠળ બનાવી. સલામ નમસ્તે(2005), અને બચના એ હસીનો(2008)એ હલચલ જરૂર મચાવી, પરંતુ સફળતા ન મેળવી શકી, જ્યારે કે તા રા રમ પમ(2007)સંપૂર્ણ રીતે ફ્લોપ રહી. સફળતાથી અત્યાર સુધી દૂર રહેલ સિદ્ધાર્થને કદાચ 'અંજાના અંજાની' પ્રથમ સફળતા અપાવી દે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati