મમ્મી એટલે મમ્મી હોય છે
તેને બધી વાતો ખબર હોય છે
આપણી બધા પ્રશ્નોના જવાબ હોય છે
નહી વિચારેલા પ્રશ્નો ઉકેલવામાં સક્ષમ હોય છે
ચૂપચાપ મિત્રો-બહેનપણી સાથે ફિલ્મ જોવાની પરમિશન હોય છે
કહીને જઈએ તો પણ ઘરે વાટ જ જોતી હોય છે
પેટ ભરેલુ હોય તો પણ એક કોળિયો ખવડાવવા તત્પર હોય છે
આપણને ટેંશનમાં જોઈને તડપતી હોય છે
બીમાર પડી જઈએ તો પોતે જ ડોક્ટર બની જાય છે
પીડા થાય અને મમ્મી બોલીએ તો તરત હાજર થાય છે
આપણે જાગેલા હોય તો તેની તેની આંખ જાગતી હોય છે
ફોનપર વાત કરીએ તો કાન આપણી પાસે જ લાગેલા હોય છે
આપણે ખુશ હોય તો કારણ ન જાણવા છતા પોતે જ હસે છે
યશ મળે તો આંખોમાં તેની ખુશીના ઝળઝળિયા હોય છે
આપણી હરકતો ન ગમે તો તને અક્કલ નથી કહીને વઢે છે
સંસ્કાર આપવા માટે બે ચાર ઝાપટ પણ લગાવી દે છે
આપણે ગુસ્સામાં સૂઈ જઈએ તો ચૂપચાપ માથે હાથ ફેરવી જાય છે
ખરેખર મમ્મી એટલે મમ્મી જ હોય છે