Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Maharashtra Election 2024 - અખિલેશની સભામાં અબુ આઝમીનુ વિવાદિત નિવેદન, સપાને 8 બેઠક મળશે તો મુસલમાનોને હેરાન કરવાની કોઈ હિમંત નહી થાય

akhilesh yadav
, શનિવાર, 19 ઑક્ટોબર 2024 (14:44 IST)
akhilesh yadav
નાસિક જીલ્લાના માલેગામ શહેરમાં સમાજવાદી પાર્ટીની શુક્રવારે ચૂંટણી રેલી યોજાઈ. જેમા અખિલેશ યાદવ પણ સામેલ થયા. રેલી પહેલા જ માલેગાવમાં તોફાની વરસાદ શરૂ થઈ ગયો. અખિલેશ યાદવ પોતાના મિત્રો સાથે સ્ટેજ પર આવ્યા અને વરસાદમાં પલળતા રેલીને સંબોધિત કરી. રેલીમાં ભાષણ સાંભળવા આવેલા લોકો પણ વરસાદમાં પલડતા રહ્યા અને જ્યારે વરસાદ વધુ જોરથી પડવા લાગ્યો તો લોકોએ પોતાના માથા પર ખુરશી મુકી દીધી અને પલળતા પલળતા અખિલેશ યાદવ અને ઈકરા હસનનુ ભાષણ સાંભળ્યુ. રાજ્યની શિંદે સરકાર પર અખિલેશે જોરદાર  હુમલો બોલ્યો અને લોકોને સપા ઉમેદવારને વોટ આપવાની અપીલ કરી. 
 
સપાએ કર્યુ ચાર ઉમેદવારોનુ એલાન 
મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં વાતચીત વચ્ચે જ સમાજવાદી પાર્ટીએ પોતાની ચાર સીટ પર ઉમેદવારોના નામનુ એલાન કરી દીધુ છે. જેમા શિવાજી નગરથી અબૂ આજમીને મેદાનમાં ઉતાર્યા છે તો બીજી બાજુ ભિવંડી ઈસ્ટથી રઈસ શેખ અને માલેગાવથી સાયને હિન્દને ટિકિટ આપી છે. 

 
રેલીને સંબોધિત કરતા અખિલેશ યાદવે કહ્યુ મહારાષ્ટ્રમાં અમારે સાવધ રહેવુ પડશે. વર્તમાન સરકાર કેવી બની છે સૌને ખબર જ છે.  આ એનકાઉંટર નથી થઈ રહ્યુ આ હત્યા થઈ રહી છે અને આ સમગ્ર જનતા જોઈ રહી છે.  મહારાષ્ટ્રમાં આપણે મહાસાવધાન રહેવુ પડશે.  આ સરકાર તમે જોઈ મત પત્રથી નથી બની, કેવી રીતે બની કોઈને નથી ખબર. 
 
અબૂ આઝમીએ આપ્યુ વિવાદિત નિવેદન 
માલેગાવમાં સપા નેતા અબૂ આઝમીએ વિવાદિત નિવેદન આપ્યુ દિયાષ અબૂ આજમીને કહ્યુ, જે દિવસે સપાના આઠ ધારાસભ્ય થઈ જશે તો એવુ કોઈ નહી હોય જેણે પોતાની માતાનુ દૂધ પીધુ હોય એ મુસલમાનો સાથે ગેરવર્તણૂંક કરી શકે.  અબૂ આઝમીના આ નિવેદન પર રાજકારણ ગરમાઈ શકે છે.  અખિલેશ યાદવે મહાવિકાસ અઘાડી વચ્ચે સીટ શેયરિંગના નિર્ણય પહેલા જ પોતાના ચાર ઉમેદવાર ઉતારી દીધા છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali 2024 - કયા રાજ્યમાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે?