Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર
પુણે. , ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (16:58 IST)
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે બૃહસ્પતિવારે કહ્યુ કે હરિયાણા ચૂંટણીના પરિણામો આવતા મહિને મહારાષ્ટ્રમાં થનારી વિધાનસભા ચૂંટણી પર કોઈ અસર નહી પડે. સતારા જીલ્લાના કરાડમાં પત્રકારો સાથે વાત કરતા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી ઈંડિયા ગઠબંધનની રણનીતિ વિશે એક સવાલનો જવાબ આપતા પવારે કહ્યુ કે ત્યા ભાજપાની સરકાર હતી અને ત્યા સત્તા કાયમ રાખવામાં સફળ રહી. 
 
તેમણે કહ્યુ, અમે હરિયાણાનુ અધ્યયન કરી રહ્યા છે. પણ સાથે જ જમ્મુ-કાશ્મીર (ચૂંટણી)ના પરિણામો પર પણ વિચાર કરી રહ્યા છે. મને નથી લાગતુ કે તેનુ (હરિયાણાના પરિણામો) રાજ્ય (મહારાષ્ટ્ર) ની ચૂંટણી પર કોઈ અસર પડશે.   જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરનો સવાલ છે, વિશ્વ સમુદાય તેના પર વધુ ધ્યાન આપે છે, તેથી જમ્મુ અને કાશ્મીરના પરિણામો દેશ મહત્વના છે. મહારાષ્ટ્રની 288 સભ્યોની વિધાનસભા માટે 20 નવેમ્બર મતદાન થશે  અને 23 નવેમ્બરે મતગણતરી થશે. 
 
કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીએ 62 બેઠકો માટે નામોને મંજૂરી આપી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે શરદ પવારના સહયોગી કોંગ્રેસ દ્વારા રચવામાં આવેલી સ્ક્રીનિંગ કમિટીએ બુધવારે દિલ્હીની 62 બેઠકો માટે સંભવિત ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાના પટોલેએ જણાવ્યું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક 20 ઓક્ટોબરે યોજાશે. કોંગ્રેસના સીઈસી સ્ક્રીનીંગ કમિટી દ્વારા મોકલવામાં આવેલા નામોમાંથી ઉમેદવારના નામને મંજૂરી આપે છે. તેમણે એમ પણ કહ્યું કે પાર્ટીની સ્ક્રીનીંગ કમિટીએ નાંદેડ સંસદીય પેટાચૂંટણી માટે માત્ર એક નામ સ્વર્ગસ્થ સંતરાવ ચવ્હાણના પુત્ર રવિન્દ્ર ચવ્હાણના નામને મંજૂરી આપવામાં આવી છે. 
 
સંતરાવ ચવ્હાણનું આ વર્ષે ઓગસ્ટમાં અવસાન થયું હતું, તેથી નાંદેડ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ હિમાચલ ભવનમાં યોજાયેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલા, પટોલે, બાળાસાહેબ થોરાત અને અન્ય ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ પટોલેએ કહ્યું, “62 બેઠકો માટે મંજૂરી મળી ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Maharashtra Election 2024 - ઠાણેના કલ્યાણમાં 95 એ આપ્યા ઈંટરવ્યુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપશે ટિકિટ ?