Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોલીસકર્મી હતાં એટલે તરત જામીન મળી ગયાંઃ સરકારી ગાડીમાં જ જુગાર રમતાં હતાં

પોલીસકર્મી હતાં એટલે તરત જામીન મળી ગયાંઃ સરકારી ગાડીમાં જ જુગાર રમતાં હતાં
, ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (12:47 IST)
શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં ડીસીપીના જૂના બંગલા પાસે સરકારી વાહનમાં બેસી જુગાર રમતા 3 પોલીસકર્મીઓની માધુપુરા પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે રોકડ રૂ. 14000 કબ્જે કર્યા છે. પકડાયેલા ત્રણેય પોલીસ કર્મીઓને રાતોરાત જામીન પર છોડી દેવામાં આવ્યા છે. 
મહત્વની વાત એ છેકે, જુગાર, દારૂ કે અન્ય ગુનાઓમાં જ્યારે પોલીસ સામાન્ય જનતાને પકડતી હોય છે ત્યારે જાણે કે આતંકવાદીઓ ને પકડ્યા હોય તેમ મુદ્દામાલ સાથે આરોપીઓ સાથે તસવીરો ખેંચાવે છે અને વીડિયો ઉતારે છે. પરંતુ જ્યારે આવા જ ગુનાઓમાં કોઇ પોલીસ કર્મી સંડોવાયેલો હોય છે ત્યારે બંધ બારણે કાર્યવાહી કરવામાં આવે છે. અહીં પોલીસે મુ્દ્દામાલ પણ જપ્ત નથી કર્યો.
બુધવારે સાંજે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે શાહીબાગ હેડક્વાર્ટરમાં જુના ડીસીપી બંગલા પાસે કારમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે માધુપુરા પોલીસે દરોડો પાડી સરકારી ગાડીમાં જુગાર રમતાં વખતસિંહ પરમાર, તલસી પટેલ (બંને. રહે. પોલીસ હેડક્વાર્ટર, નવા ત્રણ માળીયા) અને ભીખુ રાવળ (રહે. કેશવનગર )ની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્રણેય પાસેથી રોકડ રૂ. 14000 મળી આવી હતી. આરોપી પોલીસકર્મીઓ હેડક્વાર્ટર જ આવેલા જુના વાહનોમાં બેસી જુગારની પ્રવૃત્તિ કરતા હતા.
સામાન્ય માણસના લાખો રૂપિયાના વાહન જપ્ત કરી લેતી પોલીસ પોતાના વાહન માટે રિપોર્ટ મંગાવે છે. મુ્દ્દામાલ તરીકે અન્યના વાહનો પોલીસ જપ્ત કરે છે ત્યારે પોલીસનું વાહન હોવાથી આબરૂ બચાવવા માટે પ્રયાસ કરતા હોય તેમ માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એન. રબારીએ જણાવ્યું હતું કે, સરકારી વાહનમાં જુગાર રમતા હતા. જે વાહન બાબતે એમ.ટી. વિભાગમાંથી માહિતી મેળવી તપાસ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના નેતાઓમાં પણ આક્રોશઃ ખખડધજ રસ્તાઓ પર ભાજપના આઈકે જાડેજાએ સવાલ ઉઠાવ્યો