Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bharat Or India: ભારતનુ નામ ઈંડિયા કેવી રીતે પડ્યુ ? જાણો રોચક ઈતિહાસ ?

Bharat Or India: ભારતનુ નામ ઈંડિયા કેવી રીતે પડ્યુ ? જાણો રોચક ઈતિહાસ ?
, બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (13:39 IST)
Big Breaking News:  પાર્લિયામેંટના પાંચ દિવસનુ વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થવાની તૈયારી છે અને સરકાર પાસેથી એક મોટો નિર્ણય થવાની ઘણી અપેક્ષા છે. યૂનિયન સિવિલ કોડ (UCC) અને ‘એક દેશ, એક ચૂંટણી’ પછી એક વધુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. જેનો સંકેત સંવિધાનમાં અનુચ્છેદ 368 હેઠળ આપણા દેશના નામના સત્તાવાર પરિવર્તન તરફ છે. જેમા  ‘India’ પરથી ‘ભારત’ નો ફેરફાર કરવામાં આવશે. 
 
ભારતીય સંવિધાનના અનુચ્છેદ 1માં આપણા દેશને ભારત જે India કહેવામાં આવ્યુ છે, જો કે રાજ્યોનો સંઘ છે. નામની પસંદગી સંવિધાન સભા દ્વારા કરવામાં આવી હતી. જેમા કેટલાક સભ્યો નામ India રાખવા માંગતા હતા અને કેટલાક તેને ભારત મુકવાની વાત કરી રહ્યા હતા. 
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ઘણી વખત કહ્યું છે કે તેઓ 'ભારત' નામ તરફ નમતુ કરે  છે. તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં, તેમણે નાગરિકોને 2022 માં કેટલીક પ્રતિજ્ઞાઓ લેવાની પણ અપીલ કરી હતી, જેમાં ગુલામીના નિશાનને નાબૂદ કરવાનો પણ સમાવેશ થાય છે. 'ભારત'માંથી ભારત નામમાં ફેરફાર એ નામની સ્વીકૃતિના સંકેત તરીકે કામ કરી શકે છે, જે આપણા દેશની સાંસ્કૃતિક ઓળખને અપનાવવાના પ્રતીક તરીકે કામ કરી શકે છે.
 
આપણા દેશનુ નામ ભારત કેવી રીતે પડ્યુ, થોડો તેનો ઈતિહાસ જાણી લો. 
 
પહેલા એ જાણી લો કે ભારતના વર્તમાન અને પ્રાચીન કેટલા નામ છે. વર્તમાન સમયમાં ત્રણ નામ છે - ભારત, ઈન્ડિયા અને હિન્દુસ્તાનના નામ પ્રસિદ્ધ છે. જ્યારે કે સંવિધાનમાં ભારત-વર્ષ શબ્દનો પ્રયોગ થયો છે. 
 
પણ પ્રાચીન સમયમાં અન્ય નામોથી પણ ભારતને ઓળખવામાં આવતુ હતુ. ભારતને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમા મુખ્ય નામ આ છે... 
 
ભારત
ઈંડિયા 
હિન્દુસ્તાન
આર્યાવર્ત
જંબુદ્વીપ
ભરતખંડ
હિંદ.
 
Bharat Nu Naam Kavi Rite Padyu ?
 
ભારત નામ કેવી રીતે પડ્યુ હતુ ? આ પહેલા એ નામો વિશે સંક્ષેપમાં જાણી લો. જેથી તમે તમારી પ્રતિયોગિતા પરીક્ષાના બધા પ્રશ્ન સફળતાપૂર્વક હલ કરી શકશો કે પછી તમારુ જનરલ નોલેજ વધારી શકશો. 
 
ઈંડિયા - ઈંડિયા નામ કેવી રીતે પડ્યુ, ઈંડિયા શબ્દની ઉત્પત્તિ સિંધુ નદી (ઈંડસ વેલી) દ્વારા થઈ છે. આ શબ્દને સૌથી વધુ યૂનાનિયોએ પ્રચલિત કર્યો હતો. 
 
ઈંડિયા શબ્દની ઉત્પત્તિ ઈંડસ નામ શબ્દ પરથી થઈ છે. ઈંડસ શબ્દનો ઉદય ઈંડસ વેલી દ્વારા થયો છે. જે સિંધુ નદીનુ નામ હતુ. 
 
કેટલાક ઈતિહાસ કારોનુ માનવુ છે કે જ્યારે અલેક્જેંડર ભારત આવ્યા હતા. તેમણે ભારતના સ્થાન પર INDU શબ્દનો પ્રયોગ કર્યો હતો. પણ ઈતિહાસના પાનને જોઈએ તો ઈંડિયા શબ્દનો ઉદય સિંઘુ નદી દ્વારા થયો છે. કારણ કે સિંઘુ નદીને ઈંડસ વેલી કહેવામાં આવતી હતી. 
 
ભારતને સભ્યતાઓનો દેશ કહેવામાં આવે છે. દુનિયામાં સૌથી પહેલા સભ્યતાએ અહી જ જન્મ લીધો હતો. આપણી સભ્યતાનુ નામ સિંઘુ ઘાટી હતુ. જે સિંઘુ નદી પાસે હતુ. સિંધુ નદીનુ બીજુ નામ ઈંડસ વેલી હતુ. જેને કારણે આપણા દેશનુ નામ ઈંડિયા પડ્યુ. 
 
Bharat Nu Naam Bharat Kavi Rite Padyu ?
ભારત નામ કેવી રીતે પડ્યુ ? જૈન ધર્મ માનનારા લોકો કહે છે કે ભરત ચક્રવર્તી સમ્રાટ નામ પર દેશનુ નામ પડ્યુ છે. હિન્દુ ગ્રંથ સ્કન્ઘ પુરાણ મુજબ માનવામાં આવે છે કે ઋષભ પુત્ર ભરતના નામ પરથી ભારત-વર્ષ નામ પડ્યુ હતુ. 
 
 હિન્દુસ્તાન 
હિન્દુસ્તાન નામ કેવી રીતે પડ્યુ ? મઘ્યયુગમાં તુર્કિસ્તાન અને ઈરાનથી કેટલાક મુસ્લિમ વેપારી અને લુંટારુઓ આવ્યા હતા. અહીના સંપન્ન સ્થાનીક રહેવાસીઓને હિન્દુ નામ આપવામાં આવ્યુ હતુ.  પછી તે હિન્દુઓના દેશના નામથી પ્રચલિત થઈ ગયુ.  હિન્દુસ્તાન શબ્દનો પણ આ સાથે જ ઉદય થયો હતો. 
 
આર્યાવર્ત 
આર્યાવર્ત ભારત 
 
આર્યાવર્ત ભારતનુ સૌથી જુનુ નામ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આર્યોના આગમન પહેલા અહી મનુષ્યો રહેતા નહોતા. તેમણે જ લોકોને અહી વસાવ્યા હતા. તેથી આ દેશનુ નામ એ સમયે આર્યાવર્ત પડ્યુ હતુ. 
 
જમ્બુદ્વીપ - ધાર્મિક વેદો માન્યતાઓ મુજબ ધરતી પર પહેલા સાત દ્વીપ હતુ. જેમા જમ્બુ આ સાત દ્વીપો વચ્ચે આવેલુ હતુ. આ જ દીપના નામ પર એક સમયે ભારતનુ નામ જમ્મુદ્વીપ રહેતુ હતુ. 
 
ભારતખંડ - ધાર્મિક માન્યતાઓ મુજબ જંબુદ્વીપના નવ ખંડ હતા. જેમા એક ખંડનુ નામ ભારત હતુ. આ ખંડના નામ પર એક સમયે ભારતખંડ નામ પડ્યુ હતુ. 
 
હિન્દ - હિન્દ નામ સિંઘનુ એક વિકૃત સંજ્ઞા છે. એવુ કહેવાય છે કે સિંઘુમાં સ ના સ્થાન પર હ નુ ઉચ્ચારણના કારણે હિન્દ નામ પડ્યુ હતુ.  જેની સત્તાવાર કોઈ પુરાવા નથી 
 
Conclusion Point
પ્રાચીન ભારત : ભારતનુ પ્રાચીન ઈતિહાસ આકર્ષક અને જટિલ છે. આ ઈતિહાસ બનાવનારા અનેક જુદા જુદા કાળ અને રાજવંશ છે, અને દરેકની પોતાની અનોખી સ્ટોરી છે. 
 
શરૂઆતમાં વૈદિક કાળથી લઈને મોર્ય સામ્રાજ્યના ઉદય સુધી ભારતના અતીત વિશે જાણવા માટે ઘણુ છે. આ ઈતિહાસ રસપ્રદ પાત્રો, મહત્વપૂર્ણ ક્ષણ અને મહત્વપૂર્ણ ઘટનાથી ભરેલો છે. જેને ભારતને આજના દેશમાં આકાર આપ્યો છે. 
 
સમૃદ્ધ સંસ્કૃતિ અને લાંબા સમયથી ચાલી આવી રહેલી પરંપરાઓ સાથે ભારતનો પ્રાચીન ઈતિહાસ આકર્ષક છે. એવુ માનવામાં આવે છે કે ભારતીય ઉપમહાદ્વીપ પહેલા નિવાસી સિંઘુ ઘાટી સભ્યતા હતી જે લગભગ 3300 ઈસા પૂર્વની છે. 
 
ત્યારબાદ વૈદિક કાળ આવ્યો, જે દરમિયાન હિન્દુ ધર્મનો વિકાસ થયો. લગભગ 1500 ઈસા પૂર્વથી આ ક્ષેત્ર પર મોર્ય, ગુપ્ત અને કુષાણ સામ્રાજ્યો સહિત અનેક શક્તિશાળી સામ્રાજ્યોનુ શાસન હતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નૌતમ સ્વામીની હકાલપટ્ટી બાદ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી