Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Heavy rain ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ : તાલાળામાં સાડા છ ઇંચ અને સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ

Heavy rain ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ : તાલાળામાં સાડા છ ઇંચ અને સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ
, શુક્રવાર, 14 જૂન 2019 (15:13 IST)
વાયુ વાવાઝોડું રાજ્યના દરીયાઇ કાંઠા વિસ્તારની નજીકથી પસાર થઇને ફંટાઇ ગયું છે. વાવાઝોડાની અસર વરસાદ સ્વરૂપે ગુજરાતમાં દેખાઇ રહી છે. આજે સવારે ૮.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧૪ તાલુકાઓમાં વધતા-ઓછા અંશે વરસાદ વરસ્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં સાડા છ ઇંચ અને સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો. 
 
રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર આજે સવારે ૮.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે મુશળધાર વરસાદ વરસ્યો છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાઇ કાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યભમાં ૬૧ તાલુકાઓ એવા છે જ્યાં અડધા ઇંચથી માંડીને સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 
 
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે તાલાળા તાલુકામાં સાડા છ ઇંચ જેટલો એટલે કે, ૧૬૦ મી.મી, સુત્રાપાડા તાલુકામાં છ ઇંચ એટલે કે ૧૪૫ મી.મી., વેરાવળમાં ૬૦ મી.મી., કોડીનારમાં ૪૮ મી.મી., ગીર ગઢડામાં ૩૦ મી.મી., ઉનામાં ૨૨ મી.મી. વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં ૮૬ મી.મી., મેંદરડામાં ૭૨ મી.મી., માળીયામાં ૬૯ મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં ૪૫ મી.મી., માંગરોળમાં ૩૭ મી.મી., કેશોદમાં ૩૨ મી.મી., વિસાવદરમાં ૨૪ મી.મી., ભેંસાણમાં ૨૦ મી.મી., માણાવદરમાં ૧૭ મી.મી. વરસાદ વરસ્યો હતો. 
 
ભાવનગર જિલ્લાની વાત કરીએ તો, તળાજા તાલુકામાં ૫૭ મી.મી., ઉમરાળામાં ૩૯ મી.મી., પાલીતાણામાં ૩૪ મી.મી., ભાવનગર શહેર અને મહુવામાં ૩૩ મી.મી., વલભીપુરમાં ૩૦ મી.મી., ગારીયાધારમાં ૨૭ મી.મી., શિહોરમાં ૧૪ મી.મી., ધોધામાં ૧૩ મી.મી. વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડામાં ૪૮ મી.મી., રાણપુરમાં ૨૩ મી.મી., બરવાળામાં ૧૯ મી.મી., બોટાદમાં ૧૪ મી.મી., જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૪૬ મી.મી., રાજુલામાં ૪૪ મી.મી., ખાંભામાં ૩૫ મી.મી., અમરેલી અને લાઠીમાં ૩૦મી.મી., સાવરકુંડલામાં ૨૯ મી.મી., વડીયામાં ૨૫ મી.મી., લીલીયામાં ૨૨ મી.મી., ધારીમાં ૨૧ મી.મી. અને બાબરામાં ૧૨ મી.મી. વરસ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ૪૨ મી.મી., ધોરાજીમાં ૩૦ મી.મી., જામકંડોરણામાં ૧૭ મી.મી., જેતપુર અને વીંછીયામાં ૧૫ મી.મી., ગોંડલમાં ૧૪ મી.મી., લોધિકામાં ૧૨ મી.મી. વરસાદ વરસ્યો છે. 
 
તાપી જિલ્લામાં સોનગઢમાં ૨૫ મી.મી. અને વ્યારામાં ૧૨ મી.મી. વરસાદ પડ્યો હતો. આ સાથે સુરત જિલ્લાના ચોર્યાસીમાં ૨૧ મી.મી., ઉમરપાડામાં ૧૧ મી.મી. વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પોરબંદર તાલુકામાં ૧૬ મી.મી., ભરૂચના નેત્રંગ તાલુકામાં ૧૬ મી.મી., નવસારીના ગણદેવીમાં ૧૬ મી.મી., ડાંગના વઘઇ તાલુકામાં ૧૬ મી.મી., સુરેન્દ્રનગરના મૂળીમાં ૧૫ મી.મી., છોટાઉદેપુરના નસવાડીમાં ૧૫ મી.મી., જામનગરના જામજોધપુરમાં ૧૪ મી.મી., દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં ૧૪ મી.મી., અમદાવાદના ધંધુકામાં ૧૨ મી.મી., નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં ૧૨ મી.મી. અને આણંદ જિલ્લાના તારાપુરમાં ૧૧ મી.મી. વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજ્યના ૫૦ થી વધુ તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના 114 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ, હિરણ નદીમાં પૂર આવ્યું