Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Earth Day -પૃથ્વી દિવસ - જાણો કેવી રીતે થઈ ઘરતીની ઉત્પત્તિ

World Earth Day -પૃથ્વી દિવસ - જાણો કેવી રીતે થઈ ઘરતીની ઉત્પત્તિ
, શુક્રવાર, 22 એપ્રિલ 2022 (00:53 IST)
પૃથ્વીના ગુણગાન અને તેની પૂજા વેદોમાં કરવામાં આવે એછે. ઋગ્વેદ ઉપરાંત અર્થર્વવેદના બારમા મંડળના ભૂમિક સૂક્તમાં પૃથ્વીની ઉત્પત્તિ વિશે બતાવ્યુ છે. બ્રહ્મા અને વિશ્વકર્મા વગેરે દેવતાઓને કારણે પૃથ્વી પ્રગટ થઈ. આ સૂક્તમાં પૃથ્વીને માતા નએ મનુષ્યને તેની સંતાન બતાવી છે. આ સૂક્તમાં 63 મંત્રોમાં પૃથ્વીની વિશેષતા નએ તેના પ્રતિ મનુષ્યોના કર્તવ્યોનો બોધ કરાવ્યો છે. જે રીતે માતા પોતાના પુત્રોની રક્ષા માટે ભોજન પ્રદાન કરે છે એ જ રીતે માતાની રક્ષા કરવી પુત્રોનુ પણ કર્તવ્ય છે.
 
કેવી રીતે થઈ પૃથ્વીની ઉત્પત્તિ
 
यामन्वैच्छद्धविषा विश्वकर्मान्तरर्णवे रजसि प्रविष्टाम् ।
भुजिष्यं पात्रं निहितं गुहा यदाविर्भोगे अभवन् मातृमद्भ्यः
 
અર્થ - જ્યારે વિશ્વકર્માએ અંતરિક્ષમાં હવન કર્યુ તો પૃથ્વી અને તેમા છિપાયેલા ભોજ્ય પદાર્થ પ્રગટ થઈ ગયા. જેનાથી ધરતી પર રહેનારા લોકોનુ પાલણ પોષણ થઈ શકે.
મતલબ ભગવાન વિશ્વકર્માએ જ્યારે લોકકલ્યાણની ભાવનાથી હવન કર્યુ ત્યારે બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતા પ્રગટ થયા અને બધા દેવતાઓમાંથી શક્તિનો અંશ કાઢ્યો અને એક શક્તિ પૂંજ બની ગયુ. પછી એ શક્તિ પુંજ ધરતીના રૂપમાં બદલાય ગયુ.
 
પૃથ્વીને બતાવી છે પવિત્ર
 
વેદોમાં પૃથ્વીને પવિત્ર બતાવી છે. શતપથ બ્રાહ્મણમાં જણાવ્યુ છે કે દેવતા જે સોમરસનુ પાન કરે છે તે સોમલતા એટલે કે એક પ્રકારની દુર્લભ અને પવિત્ર ઔષધિ ધરતી પર જ ઉગે છે. અર્થવવેદમાં બતાવ્યુ છે કે
 
 
यामश्विनावमिमातां विष्णुर्यस्यां विचक्रमे ।
इन्द्रो यां चक्र आत्मनेऽनमित्रां शचीपतिः ।
सा नो भूमिर्वि सृजतां माता पुत्राय मे पयः ॥१०॥
અર્થ - અશ્વિની કુમારોએ જે ધરાનુ માપન કર્યુ, ભગવાન વિષ્ણુએ જેના પર પરાક્રમી કાર્ય કર્યુ અને ઈન્દ્ર દેવે જેના દ્વારા દુષ્ટ શત્રુઓને મારીએને પોતાના આધિન કર્યા તે પૃથ્વી માતાના સમાન પોતાના પુત્રને દુગ્ધપાન કરાવવાની જેમ જ પોતાના બધા સંતાનોને ખાદ્ય પદાર્થ પ્રદાન કરે.
 
પૃથ્વીની વય વધારવી આપણુ કર્તવ્ય
 
વેદોમાં પૃથ્વીને માતા માનવામાં આવે છે. તેથી તેની સુરક્ષા આપણુ કર્તવ્ય છે. ધરતીને પવિત્ર અને મા નુ રૂપ માનતા આપણે તેનાથી મળનારા પદાર્થોને વ્યર્થ ન જવા દેવા જોઈએ. પ્રદૂષણ અને ગંદકી વધવાથી રોકવી જોઈએ અને પૃથ્વી પર વધુથી વધુ વૃક્ષ ઉગાડવા જોઈએ.
 
1. આપણે વીજળી બચાવવી જોઈએ. તેનાથી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિથી બચી શકાય છે. આ સમસ્યાને કારણે પૃથ્વી પર પ્રાક્ર્તિક અસંતુલન વધે છે.
 
2. પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
પ્લાસ્ટિકને કારણે પૃથ્વી પર અતત ગંદકી વધી રહી છે.
 
3. કેમિકલ અને તેનાથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચવુ જોઈએ. કેમિકલથી પૃથ્વી પર પાણી, હવા અને માટી એટલે કે દરેક પ્રકારનુ પ્રદૂષણ ફેલાય છે. આપણે તેને રોકવુ જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રધાનમંત્રીએ PMએ ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસને ને ગુજરાતી નામ 'તુલસીભાઈ' આપ્યું