Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral News - આલુ ભુજિયા, બરફ અને કૉન્ડમ... 31 ડિસેમ્બરની રાત્રે લોકોએ સૌથી વધુ શુ કર્યુ ઓર્ડર

Blinkit
, ગુરુવાર, 2 જાન્યુઆરી 2025 (15:25 IST)
જો 10 મિનિટમાં સામાન ઘરે પહોચાડનારી કંપનીઓ ન હોત તો નવા વર્ષની પાર્ટીનુ શુ થતુ. 31 ડિસેમ્બરની રાત્રે   Blinkit અને Swiggy Instamart જેવા પ્લેટફોર્મ્સ ન્યૂ ઈયર પાર્ટીની વ્યવસ્થામાં વરદાન સાબિત થયા.  કોઈનો બરફ ખલાસ થઈ ગયો તો કોઈની પાસે ભુજિયા ઓછા પડી ગયા. કોઈની પાસે ચા બનાવવા માટે દૂધ નહોતુ તો કોઈની ત્યા પનીરનુ શાક બનાવવાનો પ્લાન બની ગયો. આ બધાની ઈજ્જત બચાવી ઓનલાઈન સામાન વેચનારી કંપનીઓએ. એટલુ જ નહી કેટલાક લોકોના પ્લાન મોટા હતા પણ પાર્ટી  નાની હતી પણ પ્લાનિંગ નાની. કોઈને કૉન્ડમ જોઈએ તો કોઈને હેડ્કફ્સ અને બ્લાઈડફોલ્ડ. કેટલાક લોકોને તો અંડરવિયર ની પણ આકસ્મિક જરૂર પડી ગઈ.  તેમની પણ જરૂરિયાતોનુ ધ્યાન રાખવામાં આવ્યુ.  સમય પર સામાન પહોચાડવામાં આવ્યો જેથી પાર્ટીમાં કોઈ વિધ્ન ન આવે. 
 
 
 Blinkit ના CEO અલવિંદર ઢીંડ્સાએ સોશિયલ મીડિયા પર સંપૂર્ણ વિગત શેયર કરી છે. તેમણે જણાવ્યુ કે ન્યૂ ઈયર પાર્ટી પહેલા લોકેઓ શુ શુ અને કેટલુ ઓર્ડર કર્યુ.  31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યા સુધી Blinkit પર સવા બે લાખથી વધુ આલુ ભૂજિયાના પેક્સ ઓર્ડર કરવામાં આવ્યા. 45 હજારથી વધુ સોફ્ટ ડ્રિંક્સના કૈન ઓર્ડર થયા.  6,834 પૈક્ડ બરફ પણ ઓર્ડર થયા. એટલે કે દારૂ પીનારાઓએ ફક્ત બોટલ ખરીદવાની મહેનત કરી બાકી બધુ ઘરે બેસ્યા મંગાવ્યુ. 
 
બરફની મોટી ડિમાંડ Swiggy Instamart પર જોવા મળી. કંપનીના કો-ફાઉંડર ફાની કિશને X પર બતાવ્યુ રાત્રે 7.41 પર 119 કિલો બરફ એક મિનિટમાં ડિલીવર થઈ રહી હતી.   Swiggy Instamart પર તો 853 પૈકેટ ચિપ્સ એક મિનિટમાં ઓર્ડર થતી જોવા મળી.  આ પ્લેટફોર્મ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ટોપ 5 આઈટમ્સમાં દૂધ, ચોકલેટ્સ, દ્રાક્ષ, પનીર અને ચિપ્સ સામેલ હતા. 

 
ન્યૂ ઈયર પર ઓનલાઈન સામાનનું વેચનારી કંપની BigBasket ની પણ મોજ રહી.  કંપનીએ જણાવ્યું હતું કે નિકાલજોગ કપ-પ્લેટના વેચાણમાં 325% અને નોન-આલ્કોહોલિક ડ્રિંક્સના વેચાણમાં 552% વધારો થયો. 
 
કૉન્ડમની ભારે ડિમાંડ 
31 ડિસેમ્બરની બપોર સુધી  Swiggy Instamart એ 4,779 પેકેટ કૉન્ડમ ડિલીવર કર્યા.  રાત થતા થતા Blinkit એ   1.2 લાખ પેકેટ્સ કૉન્ડમ ડિલીવર કર્યા. આ દરમિયાન અલબિંદર ઢિંઢસાને કોઈએ પૂછી લીધુ કે કયા ફ્લેવરના કૉન્ડમ સૌથી વધુ ડિલીવર કર્યા તો તેમને પૂરે પૂરો રેકોર્ડ કાઢીને બતાવી દીદો. નવા વર્ષે ચોકલેટ્સનુ તો વેચાણ ખૂબ થયુ પણ સાથે જ ચોકલેટ ફ્લેવર કૉન્ડમની પણ ખૂબ ડિમાંડ રહી. 

 
Swiggy Insta પર એક ગ્રાહકે બ્લાઈંડફોલ્ડ  (આંખો પર બાંધવામાં આવતી કાળી પટ્ટી) અને હેંડસકફ્સ પણ ઓર્ડર કર્યા.  આ દરમિયાન ન્યૂ ઈયર પાર્ટી પહેલા અંડરવિયરની પણ ખૂબ ડિમાંડ જોવા મળી.  Blinkit પર આટલી ચડ્ડીઓ અઠવાડિયામા પણ નહી વેચાઈ જેટલી 31 ડિસેમ્બરના રોજ વેચાઈ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Career in pharmacy- ધોરણ 12 સાયન્સ પછી ફાર્મસીમાં કરિયર