Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ustad Zakir Hussain: ઉસ્તાદ ઝાકિર હુસૈને કથક નૃત્યાંગના સાથે કર્યા હતા લગ્ન, તેમના પિતા પણ હતા પ્રખ્યાત તબલાવાદક

Zakir Hussain
, સોમવાર, 16 ડિસેમ્બર 2024 (09:35 IST)
Ustad Zakir Hussain - વરિષ્ઠ સંગીતકાર અને પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન, જેમણે 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું, તેમણે એક કથક નૃત્યાંગના સાથે લગ્ન કર્યા હતા. તેમના પિતા અલ્લાહ રખા પણ પ્રખ્યાત તબલા વાદક હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈનનું સોમવારે સવારે હાર્ટ અને ફેફસા સંબંધિત બિમારીઓને કારણે અમેરિકામાં નિધન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમણે તેમના ઘણા કોન્સર્ટ કેન્સલ કર્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે.
 
સૈનિક પરિવારમાં થયો હતો પિતાનો જન્મ 
ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા ઉસ્તાદ અલ્લાહ રખાનો જન્મ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો. તેઓ એક ભારતીય તબલાવાદક હતા, જેમણે તબલા વગાડવાની કળાને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવી હતી. અલ્લાહ રખાનો જન્મ સૈનિક  પરિવારમાં થયો હતો. અલ્લાહ રખા તેમના સાત ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના પિતા (ઉસ્તાદ ઝાકિર હુસૈનના દાદા) ઇચ્છતા ન હતા કે અલ્લા રખા સંગીત શીખે.
 
12 વર્ષની ઉંમરે પહેલીવાર જોયો હતો તબલા 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા અલ્લાહ રખા 12 વર્ષના હતા ત્યારે તેઓ તેમના કાકાને મળવા ગુરદાસપુર આવ્યા હતા. અહીં તેમણે પહેલીવાર તબલા જોયો. અલ્લાહ રખાને બહુ ગમયો. આ પછી તેઓ સંગીત શીખવા માટે પંજાબ સ્કૂલ ઑફ ક્લાસિકલ મ્યુઝિક (ઘરાણા)માં આવ્યા. તેઓ ઉસ્તાદ મિયાં ખાદરબખ્શ પખાવજીના શિષ્ય હતા. તબલા પ્રત્યેની તેમની ઊંડી રુચિએ તેમને મહાન તબલાવાદક બનાવ્યા. તેમણે થોડો સમય પઠાણકોટની એક થિયેટર કંપનીમાં પણ કામ કર્યું.
 
પિતાએ કર્યા હતા  બે લગ્ન 
ઉસ્તાદ અલ્લાહ રખાએ બે  લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન બાવી બેગમ સાથે થયા હતા અને તેમને ત્રણ પુત્રો, ઝાકિર હુસૈન, ફઝલ કુરેશી અને તૌફિક કુરેશી અને બે પુત્રીઓ ખુર્શીદ ઓલિયા ને કુરેશી અને રઝિયા હતા. તેમના બીજા લગ્ન ઝીનત બેગમ સાથે થયા હતા. જેમને એક પુત્રી રૂહી બાનો અને પુત્ર સાબીર હતો. રૂહી બાનુ 1980ના દાયકાની લોકપ્રિય ટીવી અભિનેત્રી હતી.
 
ઉસ્તાદ ઝાકિર હુસૈનનો પરિવાર
1978માં ઝાકિર હુસૈને કથક ડાન્સર એન્ટોનિયા મિનીકોલા સાથે લગ્ન કર્યા. તે ઈટાલિયન હતી અને તેની મેનેજર પણ હતી. જ્યારે તે ડાન્સ શીખી રહી હતી ત્યારે તે કેલિફોર્નિયામાં ઝાકિર હુસૈનને મળી હતી. તેમને બે દીકરીઓ છે, અનીસા કુરેશી અને ઈસાબેલા કુરેશી. ઝાકિર હુસૈનની મોટી દીકરી અનીસા ફિલ્મ નિર્માતા છે. જ્યારે નાની દીકરી ઈસાબેલા ડાન્સની ટ્રેનિંગ લઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Zakir Hussain Net worth- પાછળ કેટલી મિલકત છોડી દીધી Zakir Hussain ? પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત હતા