Publish Date: Mon, 02 Feb 2026 (23:39 IST)
Updated Date: Mon, 02 Feb 2026 (23:51 IST)
ભારતમાં, 'ચા' અને 'Parle-G' વચ્ચેનું બંધન અતૂટ છે. ગરીબ હોય કે અમીર, ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જેમાં પારલે-જી બિસ્કિટ સાથે બાળપણની યાદો જોડાયેલી ન હોય. પરંતુ હવે, આ પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે જોડાયેલા સમાચારે બિસ્કિટ પ્રેમીઓને થોડા ભાવુક બનાવી દીધા છે.
મુંબઈની વિલે પાર્લે(Vile Parle) વિસ્તારની ઓળખ રહેલી Parle-G ની ઐતિહાસિક ફેક્ટરી હવે ઈતિહાસનાં પાના પર નોંઘાવવા જઈ રહી છે. જાણવા મળ્યું છે કે જે સ્થાન સાથે આ સ્વાદની યાત્રા શરૂ થઈ હતી. ત્યાં એક વિશાળ કમર્શીયલ પ્રોજેક્ટ ઉભો થશે.
શું છે સંપૂર્ણ સમાચાર (The Viral News)
રીપોર્ટસ મુજબ 7 જાન્યુઆરી 2026 નાં રોજ પર્યાવરણ વિભાગ અને સંબધિત અર્થારીટઝ એ આ જમીનનાં પુનર્વિકાસ (Redevelopment) ને મંજૂરી આપી દીધી છે. આ ફેક્ટરી આશરે 13.5 એકર જમીનમાં ફેલાયેલી છે. જૂની બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે અને એક અત્યાધુનિક કમર્શીયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.
જોકે, યુઝર્સેને જણાવી દઈએ કે આ ફેક્ટરીમાં બિસ્કિટનું ઉત્પાદન વર્ષ 2016 માં જ બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આ ઇમારત પારલેના વારસા(Legacy)નું પ્રતીક હતી.
1929 થી શરૂ થઈ હતી યાત્રા પારલે પ્રોડક્ટ્સ (Parle Products) નો પાયો વર્ષ 1929 માં મુકવામાં આવ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે શરૂઆતમાં અહી બિસ્કીટ નહિ પણ ટોફી અને કેન્ડી (જેવી કે ઓરેન્જ ગોળી) બનાવવામાં આવતી હતી.
1939 માં બદલાયો ઈતિહાસ : કપનીએ બિસ્કીટ બનાવવા શરૂ કર્યા
સ્વતંત્રતાનો સાક્ષી:
આ ફેક્ટરી ભારતની સ્વતંત્રતા પહેલાથી જ અસ્તિત્વમાં છે અને દેશમાં થયેલા દરેક પરિવર્તનનો સાક્ષી રહી છે.
પાર્લે-જી નામ પાછળનું રહસ્ય:
મુંબઈના વિલે પાર્લે વિસ્તારના નામ પરથી કંપનીનું નામ 'Parle' રાખવામાં આવ્યું હતું.
પાર્લે-જી પેકેટ પરની 'છોકરી' વિશે સત્ય શું છે?
વર્ષોથી, પાર્લે-જી પેકેટ પરની ચિત્રિત સુંદર નાની છોકરી વિશે ઘણા દાવા કરવામાં આવ્યા છે. ક્યારેક તે નીરુ દેશપાંડે હોવાનું કહેવામાં આવતું હતું, ક્યારેક સુધા મૂર્તિ. પરંતુ કંપનીએ પોતે જ આ રહસ્ય ખોલ્યું. સત્ય એ છે કે આ કોઈ વાસ્તવિક છોકરીનો ફોટો નથી. તે 1960 ના દાયકામાં પ્રખ્યાત કલાકાર મગનલાલ દહિયા દ્વારા ડિઝાઇન કરાયેલ ચિત્ર છે. આ ચિત્ર હજુ પણ નિર્દોષતા અને વિશ્વાસનું પ્રતીક છે.
શું બજારમાં પાર્લે-જી બિસ્કિટ મળતા બંઘ થઈ જશે ?
સોશિયલ મીડિયા પર વારંવાર ભ્રામક સમાચાર ફેલાય છે. મીડિયા તેના વાચકોને સ્પષ્ટ કરે છે કે પાર્લે-જી બિસ્કિટ બંધ કરવામાં આવી રહ્યા નથી. ફક્ત વિલે પાર્લેમાં જૂની, બંધ થયેલી ફેક્ટરીનું રિડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. કંપની પાસે દેશભરમાં 130 થી વધુ ઉત્પાદન એકમો છે, જ્યાં તમારા મનપસંદ બિસ્કિટ બનાવવામાં આવે છે.
webdunia
Publish Date: Mon, 02 Feb 2026 (23:39 IST)
Updated Date: Mon, 02 Feb 2026 (23:51 IST)