Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Arati Saha - Google એ Doodle બનાવીને ભારતીય તૈરાક આરતી સાહાને કરી યાદ

Arati Saha  - Google એ Doodle બનાવીને ભારતીય તૈરાક આરતી સાહાને કરી યાદ
, ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (11:21 IST)
ગૂગલ અવારનવાર પોતાના Doodle દ્વારા સમાજના મહત્વપૂર્ણ યોગદાન આપનારા લોકોને યાદ કરે છે. આજે 24 સપ્ટેમ્બરના રોજ ગૂગલે પોતાના ડૂડલને આરતી સાહા  (Google Doodle Arati Saha) ની 80મી જયંતીને સમર્પિત કર્યુ છે. તેમનુ આખુ નામ આરતી સાહા ગુપ્તા છે. આજેના જ દિવસે એટલે કે 24 સપ્ટેમ્બર 1940ના રોજ આરતી સાહા (Arati Saha Google Doodle)નો જન્મ થયો હતો. કમળો થવાથી તેમનુ 23 ઓગસ્ટ 1994ના રોજ અવસાન થયુ હતુ. અહી અમે તમને આરતી સાહા વિશે જણાવી રહ્યા છીએ. 
 
Who is Arati Saha
 
આરતી સહા ભારત અને એશિયાની પ્રથમ મહિલા ઇંગ્લિશ ચેનલને પાર કરનારી પ્રસિદ્ધ તૈરાક  હતી. પશ્ચિમ બંગાળના કલકત્તાની રહેતી આરતીએ 4  વર્ષની વયે જ તરવાનું શરૂ કર્યું હતું. સચિન નાગે આરતીની સ્વિમિંગ પ્રતિભાને ઓળખી અને તેને નિખારવાનુ શરૂ કર્યું. 1949 માં આરતીએ રાજ્ય-કક્ષાની તરણ સ્પર્ધાઓ જીતી, જેમાં ઓલ-ઇન્ડિયા રેકોર્ડનો સમાવેશ હતો. આ સિવાય તેમણે 1952 ની હેલસિંકી ઓલિમ્પિક્સમાં પણ ભાગ લીધો હતો.
 
42 મીલનુ અંતર માત્ર 14 કલાક 20 મિનિટમાં કર્યુ પુરૂ 
 
ભારતીય પુરૂષ તૈરાક મિહિર સેનથી પ્રેરાઈને તેણે અંગ્રેજી ચેનલને પાર કરવાનો પ્રયાસ કર્યો અને 29 સપ્ટેમ્બર 1959 માં તે એશિયામાંથી  આવું કરનારી પ્રથમ મહિલા તૈરાક બની. આરતીએ 42 મીલનુ આ અતર માત્ર  14 કલાક 20 મિનિટમાં પૂર્ણ કર્યું હતું. તેમની આ પ્રતિભા બદલ તેમને 1960 માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
Arati Saha ના નામ પર ટપાલ ટિકિટ પણ 
 
1998માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર ભારતીય મહિલાઓની યાદમાં ટપાલ ટિકિટો રજુ કરવામાં આવી હતી. જેમાં આરતી સાહા પર પણ ટિકિટ રજુ કરવામાં આવી હતી, જે પ્રશંસનીય એક કાર્ય હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માનસિક રીતે અસ્વસ્થ મીરાં ચાર બાળકો સાથે ખોટી ટ્રેનમાં ચઢી ગઇ અને....