વારાણસી લોકસભા ચૂંટણી 2024ને લઈને ચાર તબક્કાનુ મતદાન પુરૂ થઈ ચુક્યુ છે. ત્રણ ચરણોમાં ચૂંટણી હજુ બાકી છે. આ પહેલા પીએમ મોદી આજે વારાણસી લોકસભા સીટ પરથી નામાંકન ભર્યુ. પીએમ મોદીના નામાંકન દરમિયાન તેમની સાથે ચાર પ્રસ્તાવક પણ કલેક્ટ્રેટમાં હાજર રહ્યા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ઉમેદવારી ભરવાના એક દિવસ પહેલા જ બનારસ પહોચી ગયા. તેમણે ગઈકાલે સાંજે 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. રોડ શો પછી પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. ત્યારબાદ કાળ ભૈરવ મંદિરમાં આશીર્વાદ લીધા પછી પીએમે નામાકન ભર્યુ.
પીએમ દશાશ્વમેધ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા હતા. બાદમાં મોદીએ કાલ ભૈરવના મંદિરે પહોંચી કાલભૈરવના દર્શન કર્યા. અહીંથી તેઓ સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને નોમિનેશન ફાઇલ કરશે.
ગંગા પૂજા કરનાર પંડિત વેંકટરામન ઘનપતિએ કહ્યું- PMએ ખૂબ જ ભક્તિભાવથી માતા ગંગાની પૂજા કરી. 6 પંડિતોએ ગંગા પૂજા કરાવી હતી. તેમણે માતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.