Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભાની ચૂંટણી 2019- અમિત શાહની ઉમેદવારી : 21 મહિનામાં 24 ટકા વધી શાહની સંપત્તિ

લોકસભાની ચૂંટણી 2019- અમિત શાહની ઉમેદવારી : 21 મહિનામાં 24 ટકા વધી શાહની સંપત્તિ
, રવિવાર, 31 માર્ચ 2019 (07:57 IST)
લોકસભાની ચૂંટણી 2019- અમિત શાહની ઉમેદવારી : 21 મહિનામાં 24 ટકા વધી શાહની સંપત્તિ
અમિત શાહની ઉમેદવારી : 21 મહિનામાં 24 ટકા વધી શાહની સંપત્તિ
ભાજપના અધ્યક્ષ અમિત શાહે શનિવારે ગાંધીનગરની બેઠક ઉપરથી આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરી હતી, જેમાં તેમણે કુલ રૂ. 23 કરોડ 55 લાખની જંગમ સંપત્તિ જાહેર કરી હતી.
ઍફિડેવિટમાં શાહે આપેલી વિગતો પ્રમાણે, બે વર્ષ દરમિયાન તેમણે પોતાના માટે કે પત્ની સોનલબહેન માટે કોઈ નવાં ઘરેણાં કે ઝવેરાત ખરીદ્યાં ન હતાં.
જુલાઈ-2017માં શાહે રાજ્યસભાની ઉમેદવારી કરી ત્યારે તેમણે કુલ રૂ.19 કરોડ એક લાખની જંગમ સંપત્તિ જાહેર કરી હતી.
ડિસેમ્બર-2012માં અમિત શાહે જાહેર કરેલી સંપત્તિની સરખામણીમાં આ "300 ટકાનો ઉછાળો" થયો હોવાથી વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેને ભાજપે નકારી કાઢ્યો હતો.
લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરનારે ફૉર્મ-26 ભરવાનું રહે છે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે, ઉમેદવારે તમામ વિગતો ભરવાની રહે છે અને જો તેમાં ખોટી વિગતો આપવામાં આવે તો ગેરલાયક ઠરી શકે છે


શાહે જાહેર કરેલી જંગમ સંપત્તિની વિગતો પ્રમાણે, તેમની પાસે 770 ગ્રામ સોનાના દાગીના, સાત કૅરેટ હીરાના દાગીના અને 25 કિલોગ્રામ ચાંદી છે, જે તેમને વરાસામાં મળ્યા છે. જ્યારે 160 ગ્રામ સોનાના દાગીના ખુદે ખરીદ્યા છે.

શાહનાં પત્ની સોનલબહેન પાસે એક કિલો 620 ગ્રામ સોનું છે અને 63 કૅરેટ હીરાના દાગીના છે. 21 મહીના દરમિયાન દંપતીએ ખુદ માટે કોઈ નવાં હીરા-ઝવેરાત નથી ખરીદ્યાં.

જુલાઈ-2017માં શાહે (પત્ની સહિત) કુલ રૂ.19 કરોડ એક લાખની જંગમ સંપત્તિ જાહેર કરી હતી, જે માર્ચ-2019માં ગાંધીનગર લોકસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે લગભગ રૂ.23 કરોડ 55 લાખની સંપત્તિ જાહેર કરી હતી.

આમ ગત 21 મહિના દરમિયાન શાહની સંપત્તિમાં 24 ટકાનો વધારો થયો હતો.

જમીન અને મકાન

શાહ દંપતીએ વડનગર તાલુકાના કરબટીયા ગામ ખાતે 10.48 એકર જમીનમાં 40 ટકા ભાગ હોવાનું જાહેર કર્યું છે. જ્યારે દસક્રોઈ તાલુકાના લીલાપુર ગામ ખાતે (1.4 એકર) ખેતીલાયક જમીન શાહ પોતાના નામે ધરાવે છે. જેમની કુલ કિંમત બે કરોડ છ લાખ અંદાજવામાં આવી છે.

શાહ ગાંધીનગરના સૅક્ટર-1માં (3511 ચોરસ ફૂટ) અમદાવાદના શીલજ ખાતે (59,891 ચોરસફૂટ)ના બિન-ખેતીલાયક પ્લૉટ ધરાવે છે, જેની કુલ બજારકિંમત રૂ. છ કરોડ 26 લાખ જણાવવામાં આવી છે.

વર્ષ-2017માં શાહ દંપતીની સ્થાવર મિલકતોની કુલ કિંમત રૂ. 15 કરોડ 30 લાખ જેટલી દર્શાવી હતી. 2019ની ઍફિડેવિટમાં પણ સંપત્તિની કિંમત યથાવત્ દર્શાવવામાં આવી છે, તેમાં ન તો વધારો થયો છે કે ન તો ઘટાડો.

શાહ તેમના વતન માણસા ખાતે 8,536 ચોરસ ફૂટનું, અમદાવાદના થલતેજ ખાતે 3,848 ચોરસ ફૂટનું રહેણાંક મકાન ધરાવે છે.

શાહે તેમની ઉપર રૂ. 15 લાખ 77 હજારની તથા તેમનાં પત્નીએ રૂ. 31 લાખ 92 હજારની નાણાકીય જવાબદારી હોવાનું જણાવ્યું છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lok Sabha Elections 2019- મોદી, શાહ અને 'શૉટગન' શત્રુઘ્નની વચ્ચે કડવાશ કેમ આવી?