માણસનું જીવન આધુનિક યુગમાં ભારે દોડધામ વાળું બની ગયું છે. ત્યારે માણસને શારિરીક કરતાં માનસિક શાંતીની વધારે જરૂર હોય છે. આજના યુગમાં માણસોના દર્દો પણ ખૂબ જ વિચિત્ર હોય છે. જે દવાઓનું ઘર બની જાય છે. આયુર્વેદિક, હેલોપેથિક કે હોમિયોપેથિક દવાઓ આજના આધુનિક યુગમાં માણસો માટે જાણે ફરજીયાત બની ગઈ હોય એવી સ્થિતી બની રહી છે. ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ વાર સંગીત થેરાપીની શરૂઆત થઈ છે.
રાગ દ્વારા રોગની સારવાર એ આજના યુગમાં આવકાર દાયક ચિકિત્સા બની છે. અમદાવાદમાં ખાસ કરીને ગુજરાતમાં સૌપ્રથમવાર સંગીત થેરાપીની શરૂઆત ગિનિસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવી ચુકેલા અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સમ્માનિત થયેલા સ્વર સામ્રાજ્ઞી ધારી પંચમદાએ કરી હતી. તેમના સંગીત ક્લાસમાં આ ચિકિસ્તા માટે અનેક લોકો આવે છે. તેઓ કયા રોગમાં કયો રાગ કામ આવશે તેની સાચી સમજ ધરાવે છે. છેલ્લા ૭ વર્ષથી મ્યુઝિક થેરાપીથી રોગની સારવાર કરતાં ધારી પંચમદાએ જણાવ્યું કે, કોઇપણ રોગ માટે રાગ નક્કી કરતા પહેલાં તે વ્યક્તિની દરેક આદત અને કારણો પર રીસર્ચ કરવામાં આવે છે. વ્યક્તિની રોજ-બરોજની આદતો, તેમની દિનચર્યા જાણવામાં આવે છે. કોઇપણ રોગ વાયુ, કફ અને પિત્તના આધારે થાય છે. આ ત્રણ કારણોમાંથી જે કારણ લાગુ પડતું હોય તે પ્રમાણે અલગ-અલગ રાગથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. વાયુના પ્રકોપથી જે રોગ થાય છે તેના માટે મેઘ-મલ્હાર રાગ વપરાય છે. જ્યારે ભૈરવી રાગ, દૂગૉ રાગ માનસિક તણાવ માટે વાપરવામાં આવે છે.
ક્યા રોગ માટે ક્યા રાગથી સારવાર કરવામાં આવે છે?
ટાઇફોઇડ, તાવ ,મેલોરિયા : હિડોલ મારવા અને પૂરિયા ખાંસી- ભૈરવ
ક્ષય રોગ : બિલાવલ, તિલંગ, રામકલી, મુલતાની, કાલિંગડા
માથા-કાન, દાંત દુખાવો : સોહની, કામોદ, પરજ, મુલતાની
અનિંદ્રા : તોડી, ભૈરવી, માલકૌંસ, પિલુ
પાગલપણું : બહાર, બાગેશ્રી
હિસ્ટિરિયા : પુરિયા, દરબારી કાનડા, ખમાજ
હાઇ બ્લડપ્રેશર : પૂર્વી, તોડી અને મુલતાની, ભૂપાલી અને તોડી રાહત પહોંચાડે છે.
લો-બીપી : માલકૌંસ અને આશાવરી