Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Benefits Of Garlic With Hot Water- ગરમ પાણી સાથે લસણના ફાયદા

Benefits Of Garlic With Hot Water-  ગરમ પાણી સાથે લસણના ફાયદા
, રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (11:27 IST)
Benefits Of Garlic With Hot Water-  ગરમ પાણી સાથે લસણના ફાયદા
લસણ એક ઉત્તમ કૃમિનાશક ઔષધિ છે. આમાં ઘાવને નિરોગ કરવાની ગજબની શક્તિ છે. કેટલાયે પ્રકારના સંક્રામક રોગ, જે જીવાણુંઓ અને વિષાણુઓ તેમજ આંતરડાના કીડાઓને લીધે ફેલાય છે, ઉગ્રગંધા લસણ તે વિષાક્ત કીટાણુઓનો નાશ તો કરે જ છે, સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ મહત્વપુર્ણ બેક્ટેરિયાનું રક્ષણ અને વૃદ્ધિ પણ કરે છે. આમાં મળી આવતાં 'અલીલ સલ્ફાઈડ' નામનું ઉડનશીલ તેલ, જે આખા શરીરમાં વિજળીની ગતિએ ફેલનાર સશક્ત જંતુનાશક છે, શરીરના કોઈ પણ ખુણામાં ક્ષયના કીટાણુઓનો નાશ કરવામાં સમર્થ છે. અલીલ સલ્ફાઈડના તત્વો શરીરમાં ખુબ જ ઉંડાઈની સાથે પ્રવેશ કરવાના ગુણને લીધે લસણસિદ્ધ તેલની માલિશથી આ શરીરના દરેક નાના-મોટા ભાગમાં પ્રવિષ્ટ થઈ જાય છે અને ક્ષયને દૂર કરે છે. રોગ તેમજ સંક્રામક બેક્ટેરીયાની વૃદ્ધિને રોકે છે.

કાચા લસણનું સેવન લોહીની ગતિને ઝડપથી વધારે છે, જેનાથી લોહી પ્રવાહને અવરોધ કરનારી રોકાવટ દૂર થઈ જાય છે અને શરીરના દરેક ખુણામાં ખાસ કરીને સાંધાઓમાં જમા થયેલ કચરો પરસેવો, મળ-મૂત્રના રસ્તાથી નીકળી જાય છે. અંગોનો લકવો અને ત્વચાની શુન્યતા દૂર થાય છે. મંદાગ્નિ, શ્વાસ, કફ અને વાતનો નાશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મજ્યંતિ- પ્રભાવી વ્યકિતત્વ અને વિદ્વતાથી જગતમાં ભારતનું ગૌરવ વધારનાર વિશ્વશિક્ષક- વિશ્વવિભુતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન