Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ જિલ્લાના ૫૫,૬૬૨ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. ૨૩૨.૪૮ કરોડની સબસીડી ચૂકવાઇ

અમદાવાદ જિલ્લાના ૫૫,૬૬૨ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. ૨૩૨.૪૮ કરોડની સબસીડી ચૂકવાઇ
, સોમવાર, 20 માર્ચ 2023 (12:01 IST)
વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં અમદાવાદ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે માહિતી રજુ કરવામાં આવી હતી. જે મુજબ તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ અમદાવાદ જિલ્લાના ખેતીવાડી વિજ ગ્રાહકોને વીજ બિલમાં સબસિડી આપવામાં આવી છે.  
 
જેમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૨૬,૯૦૭ ગ્રાહકોને અને ૨૦૨૨માં કુલ ૨૮,૭૫૫ ગ્રાહકો એમ છેલ્લા બે વર્ષમાં ૫૫,૬૬૨ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલ સબસિડી આપવામાં આવી છે. 
 
જેમાં વર્ષ ૨૦૨૧માં રૂ. ૧૦૭.૫૧ કરોડ અને વર્ષ ૨૦૨૨માં ૧૨૪.૯૭ કરોડની સબસિડી એમ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. ૨૩૨.૪૮ કરોડની સબસિડી રાહત પેટે ખેતીવાડી વીજ ગ્રાહકને ચૂકવવામાં આવી છે. 
 
વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફરી થશે કિસાન આંદોલન? ખેડૂત આંદોલન ફરી ગરમ થઈ શકે છે, આજે થશે મહાપંચાયત