Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળકએ માતા-પિતા પાસે માંગ્યા ડાયવોર્સ, જજને કહ્યુ આ સાથે નથી રહી શકતા તો મને પણ છુટાછેડા આપી દે

Child asked parents for divorce,
, શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (13:49 IST)
- તો મને પણ બંનેથી છૂટાછેડા આપો
- . 11 વર્ષના બાળકે કોર્ટમાં કંઈક એવું કહ્યું
-  છૂટાછેડા છોડીને સાથે રહેવા માટે પણ રાજી થઈ ગયા.

 
પતિ-પત્નીનો ઝગડો જો ડાયવોર્સ  સુધી પહોંચી જાય તો આખો પરિવાર વેર વિખેર થઈ જાય છે. આ ન માત્ર પતિ પત્નીને હમેશા માટે એક બીજાથી દૂર કરે છે પણ બાળકો ને પણ માનસિક રૂપથી અસર કરે છે. પણ કડક્કઊમા કોર્ટએ તલાકની ઉંબરે પહોંચેલો એક કિસ્સો દરેક પતિ-પત્ની માટે ઉદાહરણ બની ગયો. પતિ-પત્ની વચ્ચે 9 વર્ષથી ચાલી રહેલ વિવાદનો પુત્રના પ્રયાસથી અંત આવ્યો હતો. 11 વર્ષના બાળકે કોર્ટમાં કંઈક એવું કહ્યું જેનાથી ન માત્ર માતા-પિતાનો વિચાર બદલાઈ ગયો પરંતુ તેઓ છૂટાછેડા છોડીને સાથે રહેવા માટે પણ રાજી થઈ ગયા.
 
આર્બિટ્રેશન સેન્ટરમાં આ છેલ્લી સુનાવણી હતી. બંને પતિ-પત્ની પહોંચી ગયા હતા. માતા તેના 11 વર્ષના પુત્રને પણ લઈને આવી હતી. મધ્યસ્થીએ પતિ-પત્નીને છેલ્લી વાર પૂછ્યું કે શું તેઓ સાથે રહેવા માગે છે? જો નહીં, તો તમારી ફાઇલ ફેમિલી કોર્ટમાં મોકલવામાં આવશે. બંનેએ ના પાડી. દીકરાની આંખમાં આંસુ હતા.
 
જજ અંકલ, મારે એ બંને સાથે રહેવું છે
ન્યાયાધીશે બાળક તરફ જોયું અને પૂછ્યું શું થયું દીકરા? તમે કોની સાથે રહેવા માંગો છો, મમ્મી કે પપ્પા? બાળકનો જવાબ બધાના હૃદયને સ્પર્શી ગયો. તેણીએ કહ્યું, જજ અંકલ, મારે પિતા અને માતા બંને સાથે રહેવું છે. શા માટે તેઓ સાથે રહી શકતા નથી? બાળકને સમજાવતા ન્યાયાધીશે કહ્યું કે દીકરા, તેઓ એકબીજા સાથે મળતા નથી, તેઓ ખુશીથી જીવી શકે તે માટે છૂટાછેડા લઈ રહ્યા છે.
 
મને પણ છૂટાછેડા આપો
બાળકે આગળ કહ્યું કે જજ અંકલ, જો મમ્મી-પપ્પા સાથે રહી શકતા નથી, તો મને પણ બંનેથી છૂટાછેડા આપો. શું બંને મારી ખુશી માટે સાથે ન રહી શકે? તો હુ પણ  એ બંને સાથે નહિ રહુ, મને બીજે ક્યાંક મોકલી દો. આટલું કહીને બાળક રડવા લાગ્યો. બંને માતા-પિતા તેને ચૂપ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. બાળકના શબ્દોએ માતા-પિતાને અંદરથી હચમચાવી દીધા. થોડા સમય પછી બંને જજ સમક્ષ આવ્યા અને કહ્યું કે તેઓ બાળકથી અલગ રહી શકતા નથી. આખરે તેમણે  કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

9મા ધોરણની વિદ્યાર્થીનીએ આપ્યો બાળકને જન્મ, હોસ્ટેલ વાર્ડન સસ્પેંડ