Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હરણી બોટકાંડ પછી શૈક્ષણિક પ્રવાસોને લઈને કડક નિયમો લાગૂ, સરકારની મંજૂરી વગર બહાર જવા પર પ્રતિબંધ

હરણી બોટકાંડ પછી શૈક્ષણિક પ્રવાસોને લઈને કડક નિયમો લાગૂ,  સરકારની મંજૂરી વગર બહાર જવા પર પ્રતિબંધ
, ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (12:59 IST)
વડોદરામાં થયેલ હરણીકાંડને લઇ પ્રવાસ બાબતે સરકાર દ્વારા ગંભીર નિર્ણય લેવામાં આવ્યા છે. હરણીકાંડ બાદ પ્રવાસ પર રોક મુકવા છતા અમુક શાળાઓ દ્વારા પ્રવાસ કરાવવામાં આવ્યા છે. ત્યારે અન્ય કોઇ ઘટના ન ઘટે તેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા સરકારને ગાઇડલાઇન સોંપવામાં આવી છે. શિક્ષણ વિભાગે કડક પગલાં લેતાં તમામ પ્રકારના શૈક્ષણિક પ્રવાસો માટે મંજૂરી વગર બહાર જવાનો પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્ય સરકાર આજે નવી ટૂર ગાઇડલાઇન જાહેર કરવાની છે. જેમાં શાળાઓના પ્રવાસો માટે સ્પષ્ટ અને કડક નિયમો લગાવવામાં આવશે. આ માર્ગદર્શિકાનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, શાળાઓને શૈક્ષણિક પ્રવાસો માટે સમયસર સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવે અને વિદ્યાર્થીઓની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે
 
રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે, તેમાં બાળકોની સુરક્ષાને લઈને શિક્ષકો અને શાળાની જવાબદારીમાં વધારો કરવામાં આવી શકે છે. આ સિવાય જો કોઈ શાળા આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ પણ શિક્ષણ વિભાગમાં ડીઈઓની લેખિત મંજૂરી વિના કોઈપણ શાળા પ્રવાસનું આયોજન કરી શકશે નહીં.
 
સ્કૂલોએ શું ધ્યાન રાખવું?
 
- શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિત 'સમિતિ'ની રચના કરવી અને  વિદ્યાર્થીઓના વય જૂથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવી.
 
-રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીને અને રાજ્ય બહારનો પ્રવાસ હોય તો કમિશનર/નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને અને  વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને તમામ વિગતો સાથે પ્રવાસ શરૂ થવાના દિવસ 15 પહેલાં જાણ કરવાની રહેશે.
 
-  સમગ્ર પ્રવાસના પ્રતિદિનની વિસ્તૃત કાર્યક્રમની જાણ કરવાની રહેશે. જે માટે એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના 'કન્વીનર' તરીકે નિમણૂક કરવાની રહેશે તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
 
- જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓ સાથે બેઠક યોજીને તેમને સૂચિત પ્રવાસ આયોજનથી અવગત કરવા તથા તેમની સંમતિ મેળવવાની રહેશે. જો વાલી કોઈ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિતમાં લેવી. તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીના આઇડીપ્રુફ તથા મોબાઈલ નંબર મેળવવા અને સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી.
 
-  પ્રવાસ મરજિયાત રહેશે કોઈપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહીં.
પ્રવાસમાં 154 વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા 1 શિક્ષક પ્રવાસમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત