Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છ રણોત્સવ વહેલો શરૂ કરાયો, પ્રવાસીઓમાં ભારે નારાજગી

કચ્છ રણોત્સવ વહેલો શરૂ કરાયો, પ્રવાસીઓમાં ભારે નારાજગી
, શનિવાર, 12 નવેમ્બર 2016 (14:38 IST)
કચ્છ નહી દેખાતો કુછ નહી દેખા, આ જાહેરાત અહીં ખોટી પડી છે. જીહા કચ્છના રણોત્સવની મજા માણવા આવતા પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. લાખો પ્રવાસીઓ કચ્છના સફેદરણ અને રણોત્સવ માણવા માટે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. પરંતુ આ વર્ષે સફેદરણમાં પાણી ભરાયેલા હોવાને કારણે સફેદરણ હજુસુધી તૈયાર થયો નથી. પરિણામે સફેદ રણનો નજારો માણવા માટે આવતા પ્રવાસીઓમાં નારાજગી ફેલાઇ છે .સફેદરણ નામે પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરવામાં આવતી હોવાનો આરોપ ખુદ પ્રવાસીઓ લગાવી રહ્યા છે.. સફેદરણ જોવા આવતા પ્રવાસીઓ ધરમનો ધક્કો ખાઈ પરત જીઈ રહ્યા છે . આવર્ષે ખાનગી કોન્ટ્રાકટર દ્વારા વધુ રૂપિયાની લાલચમાં રણોત્સવ વહેલા શરૂ કરી દેવાયો.એક નવેમ્બરથી શરૂ થયેલ રણોત્સવમાં આવતા પ્રવાસીઓમાં કચવાટ ઉભો થયો છે. સફેદ રણ જોવા માટે આવતા પ્રવાસી પાસેથી 100 રૂપિયા લેવાય  છે. 
દરવર્ષે લાખો સહેલાણીઓ સફેદરણ મુલાકાત પગલે ગુજરાત ટુરીઝમવિભાગ અને રાજય સરકાર કરોડો રૂપિયાની આવક ઉભી થાય છે .પરંતુ 100 રૂપિયા ખર્ચ છતાં પણ પ્રવાસીઓ નિરાશ થઇને પરત જઈ રહ્યા છે.
webdunia

એકબાજુ સફેદરણ નહિ જોવા મળતા પ્રવાસીઓ નારાજગી વ્ય કત કરી રહ્યા છે. બીજુબાજુ આયોજક મગનું નામ મરી પાડવા તૈયારનથી, અને સબ સલામતના દાવાના પોકળ દાવા કરી રહ્યા છે. હાલ જે રીતે પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તેના કારણે ગુજરાત ટુરીઝમ અને કચ્છ પ્રવાસન સ્થળોની છબી વૈશ્વિક સ્તરે ખરડાઈ રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાપડ બજારમાં પેમેન્ટના મામલે ઘર્ષણ થતાં ચેકથી પેમેન્ટ કરવાનો નિર્ણય