Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Indonesian Plane Missing: જકાર્તાથી ઉડાન ભર્યા પછી ઈંડોનેશિયામાં યાત્રી વિમાન લાપતા, 62 લોકો હતા સવાર

Indonesian Plane Missing: જકાર્તાથી ઉડાન ભર્યા પછી ઈંડોનેશિયામાં યાત્રી વિમાન લાપતા, 62 લોકો હતા સવાર
, શનિવાર, 9 જાન્યુઆરી 2021 (18:50 IST)
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા પછી, શનિવારે શ્રીવિજય એરના જેટ પેસેન્જર વિમાનના એર ટ્રાફિક કંટ્રોલર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ સ્થાનિક ફ્લાઇટમાં 62 લોકો સવાર હતા. અધિકારીઓએ આ માહિતી આપી.
 
ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તાથી ઉડાણ ભરનાર એક પૅસેન્જર પ્લેન, જેની પર 50 મુસાફરો સવાર હતા, તે ગુમ થયું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ કાલિમતન પ્રાંતમાં આવેલ પૉઇન્ટેનૅક જઈ રહેલા શ્રીવિજયા ઍર બોઇંગ 737 વિમાને સંપર્ક ગુમાવ્યો હતો.
 
ફ્લાઇટ ટ્ર્રૅકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24 ડોટ કૉમે કહ્યું કે વિમાને એક મિનિટમાં 3000 મિટર (10,000 ફૂટ)ની ઊંચાઈ ગુમાવી હતી. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર શોધ અને બચાવ માટેના પ્રયત્નો ચાલુ છે.
 
શ્રીવિજયા ઍરનું કહેવું છે કે તેઓ આ ઉડાણ વિશે વધુ માહિતી ભેગી કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે લાપતા થયેલ વિમાનથી છેલ્લે સંપર્ક સ્થાનિક સમયાનુસાર બપોરે 2 વાગ્યે 40 મિનિટે થયો હતો.
 
ઇન્ડોનેશિયામાં આ પહેલાં બે મોટી વિમાનદુર્ઘટનાઓ થઈ ચૂકી છે જેમાં 737 મૅક્સ બોઇંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં. જોકે શનિવારે જકાર્તાથી ટેક ઑફ કરેલ વિમાન 737 મૅક્સ શ્રેણીનું નથી. ઑક્ટોબર 2018માં ઇન્ડોનેશિયન લાયન ઍરની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં 189 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને વિમાનનું કાટમાળ સમુદ્રમાં મળ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

WHATSAPP NEW POLICY - એગ્રી કરશો તો પ્રાઈવેસી ખતમ, નહી કરો તો એકાઉંટ ડીલીટ કરવુ પડશે, જાણો શુ છે વોટ્સએપની નવી પોલીસી