Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kumbh Mela - કુંભ મેળાનુ આયોજન ક્યારે અને ક્યા ક્યા થાય છે ?

Kumbh Mela -  કુંભ મેળાનુ આયોજન ક્યારે અને ક્યા ક્યા થાય છે ?
, મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (12:26 IST)
કુંભ પર્વ વિશ્વમાં કોઈપણ ધાર્મિક પ્રયોજન માટે ભક્તોનુ સૌથી મોટુ સંગ્રહણ છે. સેકડોની સંખ્યામાં લોકો આ પાવન તહેવારમાં હાજર રહે છે. કુંભનો સંસ્કૃત અર્થ છે કળશ, જ્યોતિષ શાસ્ત્રમાં કુંભ રાશિનુ પણ આ ચિહ્ન છે. 
 
હિન્દુ ધર્મમાં કુંભનો તહેવાર દર 12 વર્ષના અંતર પર ચારેયમાંથી કોઈ એક પવિત્ર નદીના તટ પર ઉજવાય છે. હરિદ્વારમાં ગંગા, ઉજ્જૈનમાં શિપ્રા, નાસિકમાં ગોદાવરી અને ઈલાહાબાદમાં સંગમ જ્યા ગંગા યમુના અને સરસ્વતી મળે છે. 
 
ઈલાહાબાદનો કુંભ તહેવાર 
 
જ્યોતિષ મુજબ જ્યારે ગુરૂ (બૃહસ્પતિ) કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનુ આયોજન કરવામાં આવે છે. પ્રયાગનો કુંભ મેળો બધા મેળામાં સૌથી  વધુ મહત્વ ધરાવે છે. 
 
હરિદ્વારનો કુભ તહેવાર

હરિદ્વાર હિમાલય પર્વત શ્રેણીનો શિવાલિક પર્વત નીચે સ્થિત છે. પ્રાચીન ગ્રંથોમાં હરિદ્વારને તપોવન, માયાપુરી, ગંગાદ્વાર અને મોક્ષદ્વાર વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે હરિદ્વારનુ ધાર્મિક મહત્વ વિશાળ છે. આ હિન્દુઓ માટે એક મુખ્ય તીર્થસ્થાન છે. મેળાની તારીખની ગણના કરવા માટે સૂર્ય, ચન્દ્ર અને બૃહસ્પતિની સ્થિતિની જરૂર હોય છે.  હરિદ્વારનો સંબંધ મેષ રાશિ સાથે પણ છે. 
 
નાસિકનો કુંભ 

ભારતમાં 12માંથી એક જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર નામના પવિત્ર સ્થાન પર આવેલુ છે. આ સ્થાન નાસિકથી 38 કિલોમીટર જ દૂર છે. અને ગોદાવરી નદીનુ ઉદ્દગમ પણ અહીથી જ થયુ. 12 વર્ષમાં એકવાર સિંહસ્થ કુંભ મેળો નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં આયોજીત થાય છે. 
 
ઐતિહાસિક પ્રમાણો મુજબ નાસિક એ ચાર સ્થાનોમાંથી એક છે જ્યા અમૃત કળશથી અમૃતના કેટલાક ટીપા પડ્યા હતા. કુંભ મેળામાં સેંકડો શ્રદ્ધાળુ ગોદાવરીના પાવન જળમાં ન્હાઈને પોતની આત્માની શુદ્ધિ અને મોક્ષ માટે પ્રાર્થના કરે છે.  અહી શિવરાત્રિનો તહેવાર પણ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. 
 
ઉજ્જૈનનો કુંભ પર્વ 
 
ઉજૈજનો અર્થ છે વિજયની નગરી અને આ મધ્યપ્રદેશની પશ્ચિમી સીમા પર આવેલુ છે. ઈન્દોરથી તેનુ અંતર લગભગ 55 કિલોમીટર છે. આ શિપ્રા નદીના તટ પર વસેલુ છે. ઉજ્જૈન ભારતના પવિત્ર અને ધાર્મિક સ્થળોમાંથી એક છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શૂન્ય અંશ (ડિગ્રી) ઉજ્જૈનથી શરૂ થાય છે. મહાભારતના અરણ્ય પર્વ મુજબ ઉજ્જૈન 7 પવિત્ર મોક્ષ પુરી કે સપ્ત પુરીમાંથી એક છે. 
 
ઉજ્જૈન ઉપરાંત અન્ય છે અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચીપુરમ અને દ્વારકા. કહેવાય છે કે ભગવાન શિવે ત્રિપુરા રાક્ષસનો વધ ઉજ્જૈનમાં જ કર્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉઠતા રહો ઉપર....પતંગની જેમ .. Happy Makar Sankratni