Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓછુ બોલો પણ યોગ્ય બોલો

ઓછુ બોલો પણ યોગ્ય બોલો
, બુધવાર, 10 નવેમ્બર 2021 (16:01 IST)
પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછુ બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછુ પણ સારૂ ખાવુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનીનું કામ છે તે જ રીતે જો તમે કોઈને સાર ન કહી શકતાં હોય તો તમારે કોઈને ખરાબ કહેવાનો પણ અધિકાર નથી. આમ પણ વધારે ખાવુ અને વધારે બોલવું તે મૂર્ખતાની નિશાની છે.
 
સમજી વિચારીને ન બોલનાર અને વધારે પડતો બકવાસ કરનાર, યોગ્ય વિચાર કર્યા વિના બોલનાર, જે વિષયનું જ્ઞાન ન હોય તે વિષય પ્રત્યે પણ બોલનાર, ખોટુ બોલનાર ખાસ કરીને લજ્જાને પાત્ર હોય છે. એટલા માટે મનુષ્યને સમજી વિચારીને બોલવું જોઈએ અને જેટલી આવશ્યકતા હોય તેટલુ જ બોલવું જોઈએ.
 
જેવી રીતે કે કોયલ અને કાગડો બંને દેખાવે તો એક જ હોય છે પરંતુ જ્યાર સુધી બોલે નહિ ત્યાર સુધી કંઈ ખબર નથી પડતી કે કોયલ છે કે કાગડો. એટલે કે જ્યાર સુધી કોઈ વાતચીત ન કરે બોલે નહિ ત્યાર સુધી તે વ્યક્તિમાં સારા ગુણ છે કે ખરાબ તેની કંઈ સમજ પડતી નથી. ક્યાંય ક્યાંય એવા માણસો પણ હોય છે કે જે ક્યારેય બોલતા નથી અને બોલે પણ છે તો સમજી વિચારીને. આવા સ્વભાવવાળા માણસોને લજ્જીત નથી થવું પડતું અને પછતાવું પણ નથી પડતું. એટલા માટે ઓછુ અને સારૂ બોલવું જ યોગ્ય છે. તેને માટે એક સત્ય એક લઘુવાર્તાના રૂપે નીચે આપેલ છે.
 
એક ઉચ્ચ શિક્ષિત પરિવારનો યુવક ખુબ જ ઓછુ બોલતો હતો અને સવારે પણ ચુપ જ રહેતો હતો. કોઈએ તેને પુછ્યું કે તુ ચુપ કેમ રહે છે તો તેણે જવાબ આપ્યો કે ખોટુ અને ખરાબ બોલવા કરતાં ન બોલવુ સારૂ. આપણે જે કઈ બોલીએ છીએ તે હંમેશ માટે વ્યોમમાં અંકિત થઈ જાય છે. કાગડાની જેમ કા કા કરતાં તો ચુપ રહેવું સારૂ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિજ્ઞાન - આશીર્વાદ કે અભિશાપ- વિશ્વ વિજ્ઞાન દિવસ