16 જુલાઈ 1984ને હાંગકાંગમાં જન્મી ketrina kaif કેટરીના કેફ 35 વર્ષ ની થઈ ગઈ છે .
બોલીવુડમાં નંબર વન હીરોઈનનુ માપદંડ છે સફળ ફિલ્મો. જેની જેટલી વધુ સફળ ફિલ્મો, તે નંબરોની રેસમાં એટલા જ આગળ. આ માપદંડના આધાર પર કહી શકાય છે કે કેટરીના નંબર વન અભિનેત્રી છે.
ઉંમર કેટરીનાના પક્ષમાં છે, સાથે સાથે તે એક એવી અભિનેત્રી છે જે સલમાન ખાન, અક્ષય જેવા મોટી ઉંમરના સ્ટાર્સથી માંડીને નીલ નીતિન મુકેશ અને રણબીર કપૂર જેવા નવા હીરોની સાથે પણ કામ કરી શકે છે.
બિપાશા બસુ, એશ્વર્યા રાય, રાની મુખર્જી, પ્રીતિ ઝિંટા જેવી જાણીતી અભિનેત્રીઓની ઉંમર થવા માંડી છે. હવે તેઓ યુવા નાયકોની સાથે કોલેજ જનારી સ્ટુડેંટની ભૂમિકા નથી કરી શકતી. તેથી આ નાયિકાઓથી કેટરીનાને જરા પણ ભય નથી. ભલે તે રાની કે એશ્વર્યા જેટલી સશક્ત અભિનેત્રી નથી, પરંતુ સ્ટાર વેલ્યૂ અને લોકપ્રિયતાના બાબતે જરા પણ ઓછી નથી. જ્યાં સુધી અભિનયનો પ્રશ્ન છે તો કેટ સતત આ વિદ્યામાં સુધારો કરી રહી છે.
જેનેલિયા, અસિન, સોનમ કપૂર, અનુષ્કા શર્મા જેવી નાયિકાઓએ ભલે પોતાની હાજરી નોંધાવી હોય, પરંતુ તેમનામાં હજુ એટલો દમ નથી કે તેઓ કેટરીનાને પડકાર આપી શકે.
કેટરીનાનો સામનો છે પ્રિયંકા ચોપડા અને કરીના કપૂર સાથે. આ ત્રણેય નાયિકાઓની ઉંમર સરખી જ છે. અભિનયની બાબતે તેઓ કેટરીનાથી આગળ છે. પરંતુ 'રાજનીતિ' કે 'અજબ પ્રેમ કી ગજબ કથા' જેવી ફિલ્મો કેટરીનાને તેમના સમકક્ષ લાવી શકે છે.
સફળતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રિયંકાની તાજેતરમાં જ એકાદ-બે ફિલ્મો સફળ થઈ છે. તો બીજી બાજુ કરીનાના ખાતામાં હિટ ફિલ્મોની સંખ્યા ઓછી છે. કેટરીનાને પડકાર આપવા તેણે સતત સફળ ફિલ્મો આપવી પડશે. હાલ તો દર્શકોના દિલ પર કેટરીનાનુ જ રાજ છે.