Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

5 ખેલાડી જેમણે Pro Kabaddi ની એક મેચમાં સૌથી વધુ પોઈંટ મેળવ્યા

5 ખેલાડી જેમણે Pro Kabaddi ની એક મેચમાં સૌથી વધુ પોઈંટ મેળવ્યા
, મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (18:24 IST)
કબડ્ડીની રમતમાં રેડરનો ખૂબ મહત્વપૂર્ણ રોલ હોય છે. આવુ અનેકવાર જોવામાં આવ્યુ છે કે જ્યારે એક રેડરે આખી મેચનુ પરિણામ બદલી નાખ્યુ હોય. પ્રો કબડ્ડી (Pro Kabaddi)ના ઈતિહાસમાં પણ આવા અનેક મુકાબલા જોવા મળ્યા છે. જ્યા રેડર્સે પોતાના દમ પર જીત અપાવી છે. 
 
 આ સિઝનમાં જ નહીં પરંતુ પ્રો કબડ્ડીના ઈતિહાસમાં એવી ઘણી મેચો બની છે, જ્યાં એક રેઈડરે મેચમાં જોરદાર ફેરબદલ કર્યો છે. બેંગ્લોર બુલ્સનો પવન સેહરાવત પ્રો કબડ્ડી મેચમાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે. તેણે ડિપિંગ કિંગ પરદીપ નરવાલનો રેકોર્ડ તોડ્યો. આ સિવાય તે PKL મેચમાં 30થી વધુ પોઈન્ટ લેનારો ત્રીજો ખેલાડી પણ બની ગયો છે.
 
પરદીપ નરવાલ પણ પવનનો રેકોર્ડ તોડવાના ખૂબ જ નિકટ આવી ગયા હતા, પરંતુ તેમણે પોતાનુ બેસ્ટ પ્રદર્શન જરૂર કર્યુ. 
 
5) પવન કુમાર સેહરાવત (29)
પ્રો કબડ્ડી 2019 ની 24મી મેચમાં, બેંગલોર બુલ્સ અને બંગાળ વોરિયર્સ વચ્ચે પટનામાં મેચ રમાઈ. આ મેચમાં બંગાળ વોરિયર્સે શાનદાર પ્રદર્શન કરીને બુલ્સ પર દબાણ બનાવ્યું હતું. જો કે પવન સેહરાવતે મુશ્કેલ પરિસ્થિતિમાંથી સારું પ્રદર્શન કરીને ટીમને વાપસી અપાવી અને પોતાના દમ પર ટીમને 43-42થી શાનદાર જીત અપાવી.
 
પવને એ મુકાબલામાં 30 રેડ્સમાં 29 પોઈંટ મેળવ્યા. તેમા 26 ટચ તો 3 બોનસ પોઈંટ્સનો સમાવેશ હતો. પવન સેહરાવતનુ આ બીજુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 
 
4) રોહિત કુમાર (32)
webdunia
બેંગલુરુ બુલ્સના કેપ્ટન રોહિત કુમારે સિઝન 5માં યુપી યોદ્ધા સામેની મેચમાં 32 પોઈન્ટ બનાવ્યા હતા. રોહિત કુમારે તે મેચમાં 31 રેઈડમાં 30 રેઈડ પોઈન્ટ મેળવ્યા હતા, જેમાં 25 ટચ પોઈન્ટ અને 5 બોનસ હતા. આ સિવાય રોહિતે સુપર ટેકલને કારણે ટેકલમાં 2 પોઈન્ટ પણ લીધા હતા. રોહિત કુમાર પ્રો કબડ્ડીમાં 30 પોઈન્ટ મેળવનાર પ્રથમ ખેલાડી હતો.
3) પરદીપ નરવાલ (34)
webdunia
પ્રો કબડ્ડીમાં પરદીપ નરવાલના નામે ઘણા રેકોર્ડ છે. પ્રો કબડ્ડી સિઝન 5માં હરિયાણા સ્ટીલર્સ સામેની એલિમિનેટર મેચમાં પરદીપ નરવાલે 34 રેઈડ પોઈન્ટ ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં પરદીપે 32 રેઈડમાં 34 પોઈન્ટ લીધા હતા. આમાં 32 ટચ અને 2 બોનસ પોઈન્ટ સામેલ છે. આ સિવાય આ જ મેચમાં પરદીપે એક જ રેઈડમાં 6 ડિફેન્ડરને આઉટ કર્યા હતા જે એક રેકોર્ડ છે.
 
) પરદીપ નરવાલ (36 પોઈન્ટ)
 
પ્રો કબડ્ડી 2019ની છેલ્લી મેચમાં બંગાળ વોરિયર્સ સામે પરદીપ નરવાલે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ડીપ કિંગ પરદીપને આ મેચમાં 34 રેઈડ અને 2 ટેકલ પોઈન્ટ મળ્યા હતા. આ પહેલા તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 34 પોઈન્ટ હતું, જે તેણે 2017માં મેળવ્યા હતા.
 
1) પવન કુમાર સેહરાવત (39)
 
પંચકુલાના તાઈ દેવીલાલ સ્ટેડિયમમાં પવન સેહરાવતનું પ્રદર્શન લાંબા સમય સુધી યાદ રહેશે. પવને 38 રેઈડમાં 39 રેઈડ પોઈન્ટ બનાવ્યા જે એક રેકોર્ડ છે. પવને આ દરમિયાન 34 ટચ અને 5 બોનસ પોઈન્ટ્સ લીધા. આ સિવાય બેંગલુરુ બુલ્સે આ મેચમાં 39 રેઈડ પોઈન્ટ લીધા અને બધા પવન સેહરાવતે મેળવ્યા. પવનના આ મજબૂત પ્રદર્શનના આધારે બેંગલુરુ બુલ્સે હરિયાણા સ્ટીલર્સને એકતરફી મેચમાં હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pro Kabaddi League 2021: જાણો 22 ડિસેમ્બરથી બેંગલોરમાં શરૂ થઈ રહેલ પ્રો કબડ્ડી લીગમાં આ વખતે શુ છે ખાસ ?