Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Married Life - દામ્પત્ય જીવનને સુખી બનાવવાના ખાસ ઉપાય

happy family
, મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (10:12 IST)
અનેક દંપતીઓમાં પરસ્પર અંડરસ્ટેંડિગ અને પ્રેમનો અભાવ હોય છે. આ સમસ્યા એટલી વકરી જાય છે કે પતિ-પત્ની વચ્ચે છુટાછેડા લેવા સુધીનો સમય આવી જાય છે. જેને કારણે ફક્ત પતિ-પત્ની જ નહી પણ સમગ્ર પરિવાર પરેશાન થાય છે. દાંમ્પત્ય જીવનમાં સુખ માટે આ ઉપયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. 
 
પરિવારમાં જો પતિ પત્ની વચ્ચે ઝગડો થતો રહે છે અથવા અન્ય પારિવારિક સભ્યોના વચ્ચે વૈચારિક મતભેદ વધુ રહે છે તો રોજ આ મંત્રનો 108 વાર જાપ કરો. 
 
धां धीं धूं धूर्जटे: पत्नी वां वीं वूं वागधीश्वरी। 
क्रां क्रीं क्रूं कालिका देवि शां शीं शूं मे शुभं कुरु।।
 
- જો કોઈ અન્ય પુરૂષ અથવા સ્ત્રીને કારણે દાંમ્પત્ય ક્લેશપૂર્ણ બની રહ્યુ છે તો 7-7 ગોમતી ચક્ર, નાનકડુ નારિયળ અને નાનકડો શંખ લો. તેને સવા ગજના નવા પીળા વસ્ત્રમાં બાંધી લો. આને પ્રભાવિત (પતિ અથવા પત્ની) પરથી સાત વાર ઉતારીને વહેતા પાણીમાં વહાવી દો. વહાવ્યા પછી પાછળ વળીને જોયા વગર સીધા ઘરે પરત ફરો. 
 
- જો દંપત્તિ અથવા સમગ્ર પરિવારમાં વૈચારિક મતભેદ રહે છે તો રોજ સવારે ઉઠતા જ જે માટલામાંથી બધા સભ્યો પાણી પીવે છે તેમાંથી એક લોટો પાણી ભરો અને તેને ઘરના દરેક કક્ષમાં અને અગાસી પર છાંટો. આ દરમિયાન કોઈની સાથે વાત  ન કરશો. અને મનમાં ૐ શાંતિ નું ઉચ્ચારણ કરતા રહો.  
 
- નવરાત્રી કે દિવાળીના કોઈ શુભ મુહુર્તમાં ઘરમાં તુલસીનો છોડ લગાવો. તેમા રોજ સાંજે ઘી નો દિવો લગાવો. આનાથી પરિવાર અને પ્રભાવિત દંપત્તિમાં સુખ શાંતિ કાયમ રહેશે.  
 
- ઘઉ સોમવારે અથવા શનિવારે જ દળાવો અને દસ કિલો ઘઉંમાં દળાવતા પહેલા તેમા 100 ગ્રામ કાળા ચણા મિક્સ કરી લો. 
 
- શુક્લપક્ષમાં પતિ પત્ની પાંચ પાંચ અભિમંત્રિત ગોમતી ચક્ર પોતાના ઓશિકા નીચે મુકો. પરસ્પર સમજદારી અને પ્રેમ વધશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chanakya Niti : જીવનને સુખી બનાવવું હોય તો આચાર્ય દ્વારા જણાવવામાં આવેલી આ 5 વાતો ક્યારેય ભૂલશો નહીં