Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશિના લોકો માટે કોઈ નવી તક ઊભી થાય

rashifal
, ગુરુવાર, 20 ઑક્ટોબર 2022 (09:16 IST)
મેષ (અ,લ,ઈ) : આજે દહી ખાઈને ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે. નવી ઓફરની તક છે. કોઈ વૃદ્ધને મદદ કરશો તો જલદી પ્રગતિ થશે.  વિવાહનો પ્રસંગ ઉભો થાય.   ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા.
 
વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો િદવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન બળવું થાય
 
મિથુન (ક,છ,ઘ) :  ઉત્તમ દિવસ. ન ધારેલાં કામ પૂર્ણ થાય કોઈ નવી તક ઊભી થાય. દિવસ દરમિયાન સારા વિચાર આવે. સારાં કામ થાય. કોઈ શુભ પ્રસંગ બને. કોઈ સુંદર સ્ત્રી મિત્ર પ્રાપ્ત થાય. જીવનના દ્વારે નવી તક આવે તે વધાવી લેવી.
 
કર્ક (ડ,હ) : તબિયત સાચવવી, માનસિક તાણ વધે. ટેન્શન મગજ ઉપર ચડવા દેવું નહીં. ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધરે તેવી શક્યતા. અટકેલા લાભ પરત મળે. સાંજ પછી આનંદના સમાચાર મળે. આવક વૈદ્ય પણ સામે ખર્ચ પણ થાય. કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય. કુટુંબના િવાહના પ્રશ્ન હોય તો ઉકલે.
 
સિંહ (મ,ટ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગુચવાયેલ પ્રશ્ને ઉકેલે તેવી શક્યતા.
 
કન્યા (પ,ઠ,ણ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.
 
તુલા (ર,ત) : માનસિક સ્વસ્થતા જાળવવી. નાના માણસ તરફથી પણ ટેન્શન આવી ચડે. બીપીથી સાચવવું. પૂરું થવા આવેલું કામ અટકાવવાની શક્યતા. સાંજ પછી કોઈ આનંદજનક સમાચાર મળે.
 
વૃશ્ચિક (ન,ય) : કોઈ નવી તક ઉભી થાય. બગડેલાં કામ સુધરે. નોકરીમાં બઢતી મળે તેવી શક્યતા. હાલના બેજાર જીવનમાં કોઈ સુંદરીનો સાથ પ્રાપ્ત થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ, આવે. સ્ત્રી વર્ગને શાંતિ. વિદ્યાર્થીઓએ સાચવીને, શાંતિથી અભ્યાસ કરવો.
 
ધન (ભ,ધ,ફ) સાવધાન રહેવું. કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા. દિવસ બેકાર અને બોજલ લાગે. કોઈની રાહ જોતા હો તો તેના તરફથી દગો મળે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે.
 
મકર (ખ,જ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
 
કુંભ (ગ,શ,સ) :  બપોરે પછી તબિયત, બગડવાની શક્યતા. શરદી-ખાંસીની બિમારી આજે સતાવી શકે છે. સ્નાયુની બિમારીથી વિશેષ સાવદાની રાખવી. નેત્રપીડા પણ સતાવે… કુલ મળી આજે આરોગ્યની વિશેષ દરકાર કરજો.
 
મીન (દ,ચ,ઝ,થ) : કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્રવાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

19 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશિના લોકો રહે સાવધાન