Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy New Year - વિક્રમ સંવંત 2078ની શરૂઆતમાં રાશિ મુજબ કરો ઉપાય, ધન મેળવશો અને દરીદ્રતા દૂર થશે

Happy New Year - વિક્રમ સંવંત 2078ની શરૂઆતમાં રાશિ મુજબ કરો ઉપાય, ધન મેળવશો અને દરીદ્રતા દૂર થશે
, શુક્રવાર, 5 નવેમ્બર 2021 (16:18 IST)
મનુષ્યનુ જીવન ગ્રહોથી પ્રભાવિત થાય છે. તેના સમગ્ર જીવન પર ગ્રહોનો શુભ અશુભ પ્રભાવ પડતો રહે છે. જ્યારે ખુશહાલ જીવનમાં ગ્રહોના અવરોધોનો સમાવેશ થાય છે તો જીવનમાં આગળ વધવાની તકો પર વિરામ લાગી જાય છે.  ગુજરાતી નવવર્ષ વિક્રમ સંવંત 2078માં તમે તમારી મનપસંદ સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય તો નવા વર્ષની શરૂઆતથી જ રાશિ મુજબ ઉપાય કરીને ધન પ્રાપ્તિના સાધનોને આમંત્રિત કરી શકો છો અને કાયમ માટે ગરીબીને દૂર કરી શકો છો. 
 
મેષ - સોમવારે ભગવાન શિવનુ પૂજન કરો. મંગળવારે રુદ્ર અવતાર હનુમાનજીનુ વ્રત કરો અને સાંજે 5 વાગ્યા પછી બજરંગબાણનો પાઠ કરો. 
 
વૃષભ - શનિવારની સાંજે પીપળના જડમાં મઘ મિક્સ કરીને દૂધ અર્પિત કરો. પછી લોટનો દીવો સરસિયાનુ તેલ નાખીને પ્રગટાવો. 
 
મિથુન - બુઘવારે લીલા રંગના કપડા પહેરો અને રોજ ગણપતિ બાપ્પાનુ પૂજન કરી તેમને દુર્વા અર્પિત કરો. 
 
કર્ક - દરેક મહિનામાં આવનારા પ્રદોષ વ્રતોનુ પાલન કરો. વ્રત રાખવુ શક્ય ન હોય તો રોજ સવારે સૂર્ય ભગવાનને તાંબાનાં વાસણમાં જળ ભરીને અર્પિત કરો. 
 
સિંહ - 2016માં તમારા પર શનિની ઢૈય્યા ચાલી રહ્યો છે. શનિવારે રોટલી પર સરસિયાનુ તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. રવિવારે વ્રત કરો અને આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરો. 
 
કન્યા - બુધવારે ગણપતિ બાપ્પાનુ પૂજન કરો અને ગુરૂવારે પીળા ચંદનનુ તિલક માથા પર અને ગળા પર લગાવો. 
 
તુલા - સવારે ઘરેથી નીકળતા પહેલા થોડુ કંઈક ગળ્યુ ખાઈને જાવ. સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પાસે દીવો પ્રગટાવો. શુક્રવારે સફેદ કપડા પહેરો. સાઢે સાતી સમાપ્ત થવાની છે. અંતિમ ચરણ પર છે. શનિવારે શનિ સ્ત્રોત્રનો પાઠ કરો. 
 
વૃશ્ચિક - રોજ સુંદરકાંડનો પાઠ કરો. મંગળવારે હનુમાનજીને સિંદૂર અર્પિત કરો તેમના ચરણોનું સિંદૂર માથા પર લગાવો. 
 
ધન - શનિવારે પીપળા પર પાણી ચઢાવો. ગુરૂવારે પીળુ ચંદન માથા પર લગાવો. ઘોડાને ચણા ખવડાવો. 
 
મકર - શનિવારે કીડીઓને ખાંડ અને લોટ ખવડાવો. શનિ દેવ પર સરસિયિઆનુ  તેલ ચઢાવો અને દીવો પ્રગટાવો 
 
કુંભ - ગુરૂવારે કેળાના ઝાડ અને શનિવરે શનિદેવની પૂજા કરવી જોઈએ. 
 
મીન - ગુરૂવારે કેસર અથવા હળદરનુ તિલક લગાવો. રોજ વિષ્ણુ ભગવાનની પૂજા કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિક્રમ સંવંત 2078નુ વાર્ષિક રાશિફળ - મીન રાશિના જાતકોને આ વર્ષે મહેનતનુ ફળ સારુ મળી શકે છે