Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુક્રવારે કઈ કઈ રાશિને થશે લાભ જાણી લો દૈનિક રાશિફળ 13/10/2017

, શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (08:09 IST)
મેષ : શુભ ફળ મળશે. વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે. રાજકીય કાર્યોથી દૂર રહેવું. આકસ્મિક ખર્ચ થશે.
 
વૃષભ : આર્થિક સ્થિતિમાં સારી તક આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું.
 
મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
કર્ક : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.
 
સિંહ : નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
 
કન્યા : મિત્રો અને સ્વજનો સાથે ભેટ થશે. યાત્રાથી લાભ થશે. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે.
 
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
 
વૃશ્ચિક : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.
 
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
 
મકર : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત.
 
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે.
મીન : આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાસ્તુ - આ વાસ્તુ ટિપ્સથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે