Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યોતિષ 2013 : પુત્રીના લગ્નમાં અવરોધ આવતો હોય તો આટલુ કરો

જ્યોતિષ 2013 : પુત્રીના લગ્નમાં અવરોધ આવતો હોય તો આટલુ કરો
P.R
ગ્રહોના પ્રભાવને કારણે છોકરીના લગ્નમાં મોડુ થતુ હોય તો એ માટે અનેક ટોટકા અને ઉપાયો છે. આ વિધિ તમારી કન્યાના હાથે કરાવવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થશે.

1 મહિનાની શુદ્ધ ચતુર્થીના(ગણેશ ચોથ) દિવસે ચાંદીની નાની વાડકીમાં ગાયનું દૂધ લઈને તેમા ખાંડ અને ભાત નાખો. ચંદ્રોદયના સમયે તેમા તુલસીના પાન નાખીને નૈવૈદ્ય અર્પણ કરો અને ત્યાં ઉભા ઉભા પ્રદક્ષિણા કરો. 45 દિવસ આવુ કર્યા બાદ એક કુંવારી કન્યાને જમાડીને તેને કપડા, મહેંદી દાન આપો. આ વ્રત નિયમિત પૂરૂ કરવાથી સુયોગ્ય વર મળશે અને જલ્દી વિવાહ થશે.

2. અઠવાડિયામાં એકવાર ગુરૂવારે સવારે જલ્દી ઉઠીને નિત્યકામથી પરવારીને લોટમાં થોડી હળદર નાખીને તેમાથી પાંચ રોટલી બનાવો. દરેક રોટલી પર ગોળ મુકો અને તે રોટલી ગાયને ખવડાવો. 7 ગુરૂવાર સુધી નિયમિત આ રીતે કરવાથી તત્કાલ લગ્ન નક્કી થાય છે.

3. દર મંગળવારે ઉપવાસ કરો, દેવીના મંદિરમાં જઈને લાલ રંગના ફૂલ દેવીના ચરણોમાં ચઢાવીને પૂજન કરો. આ વ્રત નવ મંગળવાર સુધી કરો. છેલ્લા ગુરૂવારે તેનુ ઉદ્યાપન કરો. આ દિવસે નવ વર્ષની કુંવારી છોકરીઓને ભોજન કરાવીને લાલ વસ્ત્ર, મહેંદી અને દક્ષિણા આપો.

Share this Story:

Follow Webdunia gujarati