Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SSC GD Constable Exam Date 2021: એસએસસી જીડી કૉન્સ્ટેબલ, સ્ટેનો સહિત અનેક પરીક્ષાઓની તારીખ જાહેર, જુઓ ડિટેલ્સ

SSC GD Constable Exam Date 2021: એસએસસી જીડી કૉન્સ્ટેબલ, સ્ટેનો સહિત અનેક પરીક્ષાઓની તારીખ જાહેર, જુઓ ડિટેલ્સ
, બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (13:00 IST)
SSC GD Constable Exam Date 2021: સ્ટાફ સિલેક્શન કમીશન તરફથી આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં થનારી પરીક્ષાઓની તારીખો જાહેર થઈ ગઈ છે. તેમા જીડી કૉન્સ્ટેબલ (SSC GD Constable Exam Date 2021), સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી અને સીએચએસએલ સહિત અનેક પરીક્ષાઓનો સમાવેશ છે. આ પરીક્ષાઓ માટે અરજી કરનારા ઉમેદવાર ઓફિશયલ વેબસાઈટ - ssc.nic.in પર જઈને પરીક્ષાની સંપૂર્ણ ડિટેલ મોકલી શકે છે. 
 
સ્ટાફ સિલેક્શન કમીશનની પરીક્ષાઓ  (SSC Exam 2021) માં અરજી કરનારા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે. કમીશબ તરફથી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં થનારી પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. કમીશન તરફથી રજુ શેડ્યુલ મુજબ પરીક્ષાઓનુ આયોજન 3 નવેમ્બરથી શરૂ થઈને 15 ડિસેમ્બરની વચ્ચે કરવામાં આવશે. તેમા અનેક પ્રકારની પરીક્ષાઓનો સમાવેશ છે, જેની વિગત નીચે આપેલી છે. 
 
આ પરીક્ષાઓની તારીખ જાહેર 
 
સ્ટાફ સિલેક્શન કમીશન (SSC)ની તરફથી રજુ નોટિસ મુજબ, આવનારી પરીક્ષાઓમાં નીચે આપેલ પરીક્ષાઓની તઆરેકેહ જાહેર થઈ છે જેમા... 
 
કૉન્સ્ટેબલ જીડી - સ્ટાફ સિલેક્શન કમીશન તરફથી કૉન્સ્ટેબલ જીડી રિક્રૂટમેંટ 2020 માટે કંમ્પ્યૂટર બેસ્ટ ટેસ્ટનુ આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા 16 નવેમ્બર 2021થી 15 ડિસેમ્બર 2021 ની વચ્ચે આયોજીત થશે. પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવાર વેબસાઈટ પર જઈને ડિટેલ્સ જોઈ શકે છે. 
 
સ્ટેનોગ્રાફર ગ્રેડ સી એંડ ડી - SSC દ્વારા સ્ટેનોગ્રાફર ગ્રેડ સી એંડ ડી ના પદો પર ભરતી માટે રજુ કરાયેલ વૈકેંસીની પરીક્ષા પણ નવેમ્બર મહિનામાં જ આયોજીત થશે.  આ વેકેંસી માટે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ 11 નવેમ્બરથી 15 નવેમ્બર 2021 દરમિયાન લેવામાં આવશે.
 
સબ ઇન્સ્પેક્ટર સીપીઓ -  એસએસસી સબ ઇન્સ્પેક્ટર સીપીઓના સેકન્ડ પેપરનુ આયોજન નવેમ્બર મહિનામાં કરવામાં આવશે. આ પરીક્ષા 8 નવેમ્બરે યોજાવવાની શક્યતા છે. 
 
સીએચએસએલ - એસએસસીની તરફથી રજુ સીએચએસએલ 2019ના સ્કિલ ટેસ્ટનુ આયોજન નવેમ્બર મહિનામાં કરવામાં આવશે. સીએચએસએલ ટેસ્ટ 3 નવેમ્બરના રોજ લેવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સરકારનો વધુ એક યુ-ટર્ન: શાળાના શિક્ષકોને 8 કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરી દેવાયો