Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LRDની 10 હજાર જગ્યાઓ માટે 11 લાખથી વધુ ફોર્મ ભરાયા, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ડિસેમ્બરમાં શારીરિક પરીક્ષા લેવાશે

LRDની 10 હજાર જગ્યાઓ માટે 11 લાખથી વધુ ફોર્મ ભરાયા, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ડિસેમ્બરમાં શારીરિક પરીક્ષા લેવાશે
, મંગળવાર, 9 નવેમ્બર 2021 (10:50 IST)
6 લાખ 35 હજાર પુરૂષ ઉમેદવારો અને 2 લાખ 33 હજાર 414 મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
ભરતી બોર્ડના અધ્યક્ષે કહ્યું- ઉમેદવારી માટે હાલ કમ્પ્યૂટર સર્ટિફિકેટની જરૂર નથી
 
પોલીસ તંત્રમાં લોક રક્ષક દળ- LRDમાં 10 હજાર 988 જગ્યાઓની ભરતીમાં 11 લાખ 13 હજાર 251 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં 8 લાખ 68 હજાર 422 ફોર્મ કન્ફર્મ થયાં છે. ભરતીમાં 6 લાખ 35 હજાર પુરૂષ ઉમેદવારો અને 2 લાખ 33 હજાર 414 મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ફોર્મ ભરવા માટે આજે મંગળવારને લાભ પાંચમએ છેલ્લો દિવસ છે. 4 વર્ષ પછી થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે.
 
આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
આ વર્ષે નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ટ્વિટરના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી. આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે. પોલીસમાં વર્ગ- 3માં ત્રણ સંવર્ગોમાં પાંચ વર્ષ રૂ.19 હજાર 950ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં 9 નવેમ્બરને લાભ પાંચમની રાતે 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 
 
સરકારે ભરતીની મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો
લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે. સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.
 
100 દિવસમાં ભરતીનું આયોજન કરાશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જણાવ્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીજાજી સાથે લગ્ન કરવા જીદે ચઢેલી યુવતી ઘરમાં તોડફોડ કરતી તેમજ વારંવાર ઘરેથી ભાગી જતી હતી