Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વન વિભાગ હસ્તકની વનરક્ષક વર્ગ-૩ની કુલ ૩૩૪ જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે : વન મંત્રી કિરીટસિંહ રાણા

વન વિભાગ હસ્તકની વનરક્ષક વર્ગ-૩ની કુલ ૩૩૪ જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે : વન મંત્રી કિરીટસિંહ રાણા
, બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (21:31 IST)
રાજ્યના યુવાઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય કરતા વન મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે, વર્ષ-૨૦૧૮માં અનિવાર્ય સંજોગોને કારણે મોકુફ રહેલી વન વિભાગ હસ્તકની વનરક્ષક વર્ગ-૩ની કુલ ૩૩૪ જગ્યાઓ આગામી ટૂંક સમયમાં સીધી ભરતીથી હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ૩૩૪ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવેસરથી ખાલી પડેલી જગ્યા ભરવા અંગેની સીધી ભરતીની તદ્દન નવી ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવા વન રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું છે.
 
વનરક્ષક વર્ગ-૩ ની કુલ-૩૩૪ સીધી ભરતીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અનિવાર્ય કારણોસર મોકુફ રાખવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતમાં નિર્ણય લઇને આ મોકુફ રહેલ ભરતી પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવા નિર્ણય કર્યો છે. આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયામાં અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે. 
 
અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયામાં જે અરજદારોએ ''સામાન્ય કેટેગરી"ના ઉમેદવાર તરીકે અરજી કરેલ હોય તેઓ જો "આર્થિક નબળાં વર્ગ" કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તો તેઓને“ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ” (OJAS) ઉપર આ વિગતો ભરવા માટે ૧૦ (દશ) દિવસનો સમય આપવામાં આવનાર છે. તો સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો આર્થિક નબળા વર્ગ કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તેઓએ તા.૦૧-૦૨-૨૦૨રની તારીખે માન્ય હોય તેવા સક્ષમ અધિકારીના "આર્થિક નબળા વર્ગ પ્રમાણપત્રની વિગતો ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ" ( OJAS ) ઉપર અપલોડ કરવાની રહેશે.
 
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયાને લગતી કોઇપણ અધ્યતન માહિતી કે અન્ય વિગતો માટે તેઓએ નિયમિતપણે OJAS પોર્ટલની મુલાકાત લેવાની રહેશે. વર્ષ ૨૦૧૮માં હાથ ધરેલ અને અનિવાર્ય કારણોસર મોકુફ રહેલ ભરતી પ્રક્રિયા જ હાથ ધરવામાં આવનાર હોઇ આ ભરતી પ્રક્રિયામાં કોઈ નવી અરજી કરવાની મંજૂરી આપવામાં આવનાર નથી. આ ૩૩૪ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવેસરથી ખાલી પડેલ જગ્યા ભરવા અંગેની સીધી ભરતીની તદ્દન નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો, હવે જનતાના પ્રશ્નોનું સ્થળ પર જ આવશે નિરાકરણ