Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જન્માષ્ટમીમાં ધાણાની પંજરીનો પ્રસાદ, જાણો બનાવવાની Recipe

panjiri recipe for janmashtami in gujarati
, મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (16:04 IST)
Dhaniya Panjiri Recipe: ભગવાન કૃષ્ણનો પ્રિય ભોગ છે માખણ મિશ્રી.  દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય છે. આજે દેશભરમાં જન્માષ્ટમીનો પાવન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ અર્પિત કરવામાં આવે છે. બીજી બાજુ બાળ-ગોપાલને ધાણા ખૂબ પ્રિય હોવાને કારણે તેમને આજના દિવસે ધાણાની પંજરીનો પણ ભોગ લગાવાય છે. તો અઅવો જાણીએ કેવી રીતે બનાવાય છે ધાણાની પંજરીનો પ્રસાદ. 
 
ધાણાની પંજરી બનાવવા માટેની સામગ્રી-
ધાણા પાવડર - 1 કપ
ઘી - 3 ચમચી
મખાના - 1/2 કપ (કાપેલા)
-ખાંડ પાવડર - 1/2 કપ
- છીણેલું નાળિયેર - 1/2 કપ
- ડ્રાયફ્રુટ  - 1/2 નાની વાટકી (સમારેલા)
- ચારોળી  - 1 ચમચી
- મગજતરીના બીજ - 3 ચમચી (છાલવાળા)
 
ઘાણાની પંજરી બનાવવાની રીત - ઘાણા પંજરી બનાવવા માટે, પહેલા એક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરો. હવે તેમાં ધાણા પાવડર નાખીને તેને 4-5 મિનિટ માટે સેકી લો અને તેને બાઉલમાં કાઢી લો. કઢાઈમાં બાકીનું ઘી ઉમેરો અને તેમા મખાના નાખીને સતત હલાવતા 2-3 મિનિટ માટે સાંતળો. ડ્રાય ફ્રુટ્સ, ચારોળી, મગજતરીના બીજ, નાળિયેર, ખાંડનો પાવડર અને ધાણા પાવડર ધીમી આંચ પર ઉમેરો અને મિક્સ કરો. એક સર્વિંગ બાઉલમાં તૈયાર કરેલી પંજરી કાઢીને કાન્હાજીને અર્પણ કરો અને તેને પ્રસાદ તરીકે સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Har Ghar Tiranga - જો તમે પણ તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છો, તો આ દસ વાતો જાણવી જરૂરી છે