Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Krishna janmashtami 2024: જન્માષ્ટમી પર આ વખતે બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિઓને મળશે આશીર્વાદ

Krishna Janmashtami rashifa
, શુક્રવાર, 23 ઑગસ્ટ 2024 (09:24 IST)
શ્રાવણના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે. આ વખતે 26 ઓગસ્ટ 2024ના રોજ સોમવારે આ તહેવાર રહેશે. આ દિવસે રોહિણી નક્ષત્રમાં જયંતી યોગ બની રહ્યો છે. આ યોગમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ દિવસે ચંદ્રમા પોતાની ઉચ્ચ અંશમાં વૃષભ રાશિમાં વિરાજમાન રહેશે.  આ દિવસે શનિના પોતાની રાશિમાં કેન્દ્રમાં હોવાને કારશે શશ રાજયોગ અને ગુરૂ-ચંદ્રની યુતિના કારણે ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. 26ના રોજ મંગળનો મિથુનમાં ગોચર થશે અને  બુધનો કર્કમાં ઉદય થશે. આવામાં આ 4 રાશિઓને મળશે કૃષ્ણજીનો આશીર્વાદ. 
 
 
1. મેષ રાશિ - તમને ઉપરોક્ત યોગ અને સંક્રમણથી ઓચિતો નાણાકીય લાભ મળશે. પ્રોપર્ટીમાં રોકાણની શક્યતા રહેશે. વર્ક પ્લેસમાં તમારા પ્રયત્નો સફળ થશે. જીવનસાથી સાથે સમય આનંદદાયક રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વેપાર, નોકરી અને કરિયરમાં પ્રગતિ થશે. ભાઈ-બહેન સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.
 
2. વૃષભ રાશિ  : તમને ઉપરોક્ત યોગ ને કારણે તમને માનસિક શાંતિ મળશે.   તમને તમારી હાલની ચિંતાઓમાંથી રાહત મળશે. પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. નોકરીમાં પડકારો ઓછા આવશે. વેપારમાં નફો થશે. પરિવારમાં વાતાવરણ પહેલાની સરખામણીમાં સુધરશે. કોઈ પ્રવાસની શક્યતાઓ છે.
 
3, સિંહ: આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. ખાસ કરીને નોકરીમાં પ્રમોશનની તકો છે. વેપારમાં તમારા પ્રયત્નો સફળ થશે. પહેલા કરેલા રોકાણનો લાભ તમને મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે.
 
4. કુંભ રાશિ : તમારે માટે ઉપરોક્ત ગ્રહ ગોચર અને યોગ શુભ ફળદાયી સાબિત થશે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે.  ભાગ્યનો સાથ મળશે. કામકાજમાં સકારાત્મક ફેરફાર કે પરિણામ જોવા મળશે. ઘર પરિવારમાં શુભ ઘટનાઓને કારણે તમારુ મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જીવનમાં મનપસંદ પરિણામ પ્રાપ્ત થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Randhan Chhath 2024 - રાંધણ છઠ ક્યારે છે અને કેમ ઉજવાય છે ? જાણો આ દિવસનુ મહત્વ અને આ દિવસે શુ કરવુ શુ ન કરવુ તેના વિશે