Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે કેંદ્ર સરકાર લે છે એકશન તો અમે નહી આપીશ સંરક્ષણ નવા નિયમો પર હાઈકોર્ટની ટ્વિટરને બે ટૂક

હવે કેંદ્ર સરકાર લે છે એકશન તો અમે નહી આપીશ સંરક્ષણ નવા નિયમો પર હાઈકોર્ટની ટ્વિટરને બે ટૂક
, ગુરુવાર, 8 જુલાઈ 2021 (18:40 IST)
જો ટ્વિટરની તરફથી ભારતના નવા આઈટી નિયમોને લાગૂ નહી કરાય છે તો પછી તેને કોઈ પણ પ્રકારનો કાનૂની સંરક્ષણ નહી આપવામાં આવશે. ટ્વિટર વતી હવે ભારતમાં ફરિયાદ નિયુક્ત ન કરવા સાથે નવા આઈટી નિયમોનો પ્રોવીઝનને લાગૂ ન કરવાને લઈને હાઈકોર્ટએ આ વાત કહેવામાં આવ્યુ છે.  કોર્ટે ટ્વિટર દ્વારા નિયુક્ત તમામ વચગાળાના અધિકારીઓ પાસેથી સોગંદનામું માંગ્યું છે કે તેઓ તેમને સોંપાયેલ કાર્યની જવાબદારી લે છે. અગાઉ, આ કેસની સુનાવણી દરમિયાન, ટ્વિટરએ કહ્યું હતું કે ભારતમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરવા માટે 8 અઠવાડિયાની જરૂર છે. આ અગાઉ મંગળવારે હાઇકોર્ટે ટ્વિટરને માત્ર બે દિવસનો સમય આપ્યો હતો.
 
દિલ્હી હાઈકોર્ટએ ટ્વિટરને કહ્યુ કે તેને ભારતના વચગાળાના અનુપાલન અધિકારી નીમવામાં આવ્યા છે જે ભારતના જ નિવાસી છે. તેની સાથે જ સોશિયલ મીડિયા કંપનીએ કહ્યુ કે વચગાળાના અધિકારીનો નિમૂણક 11 જુલાઈ સુધી કરાશે અને બે અઠવાડિયામાં વચગાણા નોડલ સંપર્ક અધિકારીની પણ નિમૂણક થશે. તેની સાથે જ સોશિયલ મીડિયા કંપનીએ કોર્ટમાં કહ્યુ કે તેની વતી 11 જુલાઈને પ્રથમ અનુપાલન રિપોર્ટ રજૂ કરાશે. તેનાથી પહેલા  હાઈ કોર્ટએ ટ્વિટરથી કીધુ હતુ કે તે ભારતમાં વચગાણા અધિકારીનો નિમૂણક માટે કાયમી સમયે નહી લઈ શકે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

30 વર્ષ પછી જ્યોતિરાદિત્ય સિંઘિયાને મળ્યુ એ મંત્રાલય જેની જવાબદારી એક સમયે તેમના પિતા સાચવતા હતા