. ફિનલેંડની સ્માર્ટફોન નિર્માતા કંપની નોકિયા આજે ભારતમાં પોતાનો નોકિયા-6, નોકિયા-5 અને નોકિયા-3 સ્માર્ટફોન લોંચ કરશે. તેના લૉન્ચ ઈવેંટ નેવી દિલ્હીમાં શરૂ થઈ ચુક્યો છે. મીડિયામાં ચાલી રહેલ સમાચાર મુજબ નોકિયા-3ની કિમંત ભારતમાં 9000 રૂપિયા, નોકિયા-5ની કિમંત 12000 રૂપિયા જ્યારે કે નોકિયા-6ની કિમંત 15000 રૂપિયાથી 16000 રૂપિયા વચ્ચે હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે એચએમડી ગ્લોબલે ચીનમાં નોકિયા-6 લૉન્ચ કર્યા પછી તેના વિશે તાજેતરમાં જ થયેલ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં તેની સાથે જોડાયેલ માહિતી શેયર કરી હતી. એટલુ જ નહી મેગા ઈવેંટમાં નોકિયાએ બે અન્ય એડ્રોયડ સ્માર્ટફોન, નોકિયા 3 અને નોકિયા 5 પણ લૉંચ કર્યા હતા.
કિમંતના આધાર પર નોકિયાના ત્રણ ફૉન્સ ભારતીય બજારમાં વર્તમાન શાઓમી રેડમી-4 અને નોટ-4 ને ટક્કર આપી શકે છે.
નોકિયા-3
1. ડિસ્પ્લે-5 ઈંચ એચડી
2. રૈમ-2 જીબી
3. પ્રોસેસર-1.3 ગીગીહર્ટ્ઝ ક્વૉડ કોર મીડિયાટેક એમટી 6737
4. મેમરી-16 જીવી ઈંટરનલ
5. ઑટોફોકસથી લૈસ 8 મેગાપિક્સલ રિયર અને ફ્રંટ કેમેરા ફોનમાં છે.
6. ડિસ્પ્લે ફ્લૈશ
7. ગ્રાહકો માટે આ સિલ્વર બાઈટ, મૈટે બ્લેક, બ્લૂ અને કૉપર બાઈટ રંગમાં મળી રહેશે.
8. પૉલીકાર્બોનેટ બોડી વિધ કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ લૈમિનેશન
9. બૈટરી-2650 એમએચ
10. 4જી એલટીઈ સપોર્ટ
નોકિયા - 5
1. ડિસ્પ્લે-5.2 ઈંચ આઈપીએસ
2. પ્રોસેસર-ક્વૉલકૉમ સ્નૈપડ્રૈગન 430
3. રૈમ-2 જીબી
4. મેમરી-16 જીવી ઈંટરનલ
5. સિંગલ અને ડુઅલ સિમ વૈરિએંટ ઓપ્શન
6. ફોન મેટલ બૉડીવાળી છે.
7. 2.5 ડી કૉર્નિગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન
8. 13 મેગાપિક્સલ રિયર અને 8 મેગાપિક્સલ ફ્રંટ કેમરા ફોનમાં છે.
9. ગ્રાહકોને આ સિલ્વર, બ્લેક, કૉપર અને બ્લૂ કલરમાં મળી રહેશે.
નોકિયા-6
1. એંડ્રોયડ 7.0 નૂગા
2. ડિસ્પ્લે-5.5 ઈંચ ફુલ એચડી
3. ગોરિલ્લા ગ્લાસ
5. મેમરી-64 જીબી ઈનબિલ્ટ
6. ફોન ડુઅલ સિમ વાળો છે.
7. બેટરી-3000 એમએચ
8. 16 મેગા પિક્સલ રિયર અને 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા
9. અલ્યૂમિનિયમ બૉડી અને ફિંગર પ્રિંટ સેંસર
10. ફોન ડૉલ્વી એટમસ તકનીકથી યુક્ત છે.